cricket

વર્લ્ડકપમાં રમવા માંગતો હતો ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ફગાવ્યો હતો પ્રસ્તાવ

લંડનઃ વર્લ્ડકપમાં સતત ત્રણ હારનો સામનો કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમની મુશ્કેલીઓ વધી રહી છે. એક  વેબસાઇટના રિપોર્ટ અનુસાર, આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સ નિવૃત્તિ પરત ખેંચીને વર્લ્ડકપ ટીમનો હિસ્સો બનવા માંગતો હતો, પણ એક કારણસર એમ થઇ શક્યું નહોતું.

ડિવિલિયર્સે વર્લ્ડકપ ટીમ તરફથી રમવાની ઇચ્છા દર્શાવી હતી, તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ પાછી ખેંચવાની વાત કરી હતી પરંતુ ટીમ મેનેજમેન્ટે ડિલિવિર્સની આ વાત માની નહોતી. ક્રિકેટ વેબસાઇટ ESPNcricinfo અનુસાર, ડિવિલિયર્સ વર્લ્ડકપ પહેલા ગયા મહિને આ રજૂઆત કરી હતી,  ડિવિલિયર્સે સાઉથ આફ્રિકન કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ, કૉચ ઓટિસ ગિબ્સન અને સિલેક્ટર્સને આ વિશે વાત કરી હતી, જોકે તેના અંગે કોઇ વિચાર કરવામાં આવ્યો નહીં.

To Top
Translate »