Expert Comment

સેહવાગ બાદ ગાંગુલીનો પાક.પીએમ પર હુમલો, ઇમરાનના ભાષણને બકવાસ ગણાવ્યો

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ બાદ હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર પલટવાર કર્યો છે. સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં પાક.પીએમ ઇમરાન દ્વારા ભડકાઉ ભાષણ પર પ્રહાર કરતા તેને બકવાસ ગણાવ્યો છે, તેણે કહ્યું કે તે ઇમરાન ખાનના સંબોધનને સાંભળીને હેરાન છે.

ગાંગુલીએ આ ટિપ્પણી વિરેન્દ્ર સેહવાગના તે ટ્વીટના જવાબ આપતા કહ્યું, જેમાં સેહવાગે ઇમરાન ખાનનો એક અમેરિકન ન્યૂઝ ચેનલના એન્કરો સાથે વાતચીત કરતા વીડિયો શેર કર્યો હતો.ગાંગુલીએ લખ્યુ કે વીરૂ તેને જોઇને મને ધક્કો લાગ્યો, એક એવી સ્પીચ જે ક્યારેય નથી સાંભળી.જ્યારે પુરી દુનિયાને શાંતિની જરૂર છે, ખાસ કરીને પાકિસ્તાનને, ત્યારે એક લીડર આવુ ખરાબ ભાષણ આપી રહ્યું છે. સેહવાગે ટ્વીટ કરી લખ્યુ હતું કે, કેટલાક દિવસ પહેલા યુએનમાં નિરાશાજનક ભાષણ બાદ, આ વ્યક્તિ ખુદને અપમાનિત કરવા માટે નવા નવા ઇજાદ કરતો જોવા મળી રહ્યો છે.

આ તે ક્રિકેટર ઇમરાન ખાન (Imran Khan) નથી જેને દુનિયા જાણતી હતી. યુએનમાં આપેલી સ્પીચ બકવાસ હતી. ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ પણ ઇમરાન ખાનની ટિકા કરી ચુક્યા છે. યુએનજીએ સ્પીચમાં ઇમરાને કાશ્મીર મામલે વાત સિવાય ભારતને ન્યૂક્લિયર વોરની ધમકી પણ આપી હતી. હરભજનવે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે યુએનજીએના ભાષણમાં ભારત વિરૂદ્ધ ન્યૂક્લિયર લડાઇના સંકેત આપવામાં આવ્યા છે. એક શાનદાર ખેલાડી હોવાને કારણે ઇમરાન ખાન દ્વારા લોહીયાળ સંઘર્ષ અને અંત સુધી લડાઇ જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતને ભાર આપશે.

To Top
Translate »