
શુભમન ગિલે હેમિલ્ટનમાં વન ડેમાં ડેબ્યૂ કર્યુ હતું. શુભમન ગિલને ધોનીએ વન ડે કેપ આપી હતી. આ સાથે જ વન ડેમાં ડેબ્યૂ કરનાર તે 227મો ભારતીય ક્રિકેટર બની ગયો છે.જોકે, શુભમન ગિલ પોતાની પ્રથમ મેચમાં 9 રન બનાવી આઉટ થયો હતો.
શુભમન ગિલનું ડેબ્યૂ
શુભમન ગિલ માટે આ ખાસ ક્ષણ હતી. ગત વર્ષે શુભમને ન્યૂઝીલેન્ડમાં જ વર્લ્ડકપ રમ્યો હતો અને પૃથ્વી શૉના નેતૃત્વમાં ટ્રોફી પણ ઉઠાવી હતી. ભારતીય અંડર-19 ટીમ ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. શુભમન ગિલે આ ટૂર્નામેન્ટમાં 372 રન બનાવ્યા હતા.
Proud moment for young @RealShubmanGill as he receives his #TeamIndia cap from @msdhoni 👏👏 #NZvIND pic.twitter.com/2oRc4ozwZq
— BCCI (@BCCI) January 31, 2019
