Latest News

અખ્તરનો ખુલાસો, સચિનને આઉટ કર્યો ત્યારે દર્શકોએ હુરિયો બોલાવ્યો હતો

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર હેલો એપ સાથે લાઇવ થયા હતા. મસુદ વોરાજી સાથેની વાતચીત દરમિયાન શોએબ અખ્તરે રસપ્રદ ખુલાસા કર્યા હતા. શોએબ અખ્તરે સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરને લઇને પણ પોતાની વાત કહી હતી.

 • મારા કેરિયરમાં સાઉથ આફ્રિકન ટીમ સામે બોલિંગ કરવી અઘરી હતી, ગાબા લોર્ડ્સ, ગદાફી, કોલકત્તા, પેન્ડિ, કેપટાઉન આ બધા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોલિંગ કરવી ઘણી અઘરી છે.
 • ભારતમાં ખાસ કરીને કોલકત્તામાં સૌથી વધારે બોલિંગ દરમિયાન મજા કરી હતી.
 • કોલકત્તામાં સચિનને આઉટ થયો હતો ત્યારે દર્શકોથી તકલીફો પડી હતી.
 • મને ભારત કે પાકિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ ખરાબ પરિસ્થિતી નથી જોવા મળી.
 • હું ટેસ્ટ ક્રિકેટમાં પણ 300 વિકેટ લેવા માંગતો હતો, પરંતુ મારા ઘૂંટણ ખરાબ થઈ ગયા હતા. 21 કે 22 વર્ષનો હતો ત્યારે મારા ઘૂંટણે જવાબ આપી દીધા હતા. હું માત્ર 20 ટેસ્ટ મેચ રમી શકું તેવી સ્થિતિમાં હતો.
 • સૌરવ ગાંગુલી સારો કેપ્ટન છે, ધોની પણ ખરેખર સારો છે પણ સૌરવ ગાંગુલી બેસ્ટ છે.
 • 2004 પહેલાની ભારતીય ટીમ પાકિસ્તાન સામે નબળી હતી. પછી સૌરવ ગાંગુલીની ટીમ આવીને પાકિસ્તાનને ટક્કર આપી હતી.
 • મને ક્યારે નથી લાગ્યુ કે સૌરવ ગાંગુલી મારી બોલિંગથી ડરી ગયો હોય. સૌરવ ગાંગુલીએ હિંમતથી મારા બોલનો સામનો કર્યો હતો.
 • મારૂ જીવન ફિલ્મ જેવું છે, હું હમેશા લાઇમલાઇટમાં જ રહું છું.
 • અખ્તરનો Helo પર પહેલીવાર મોટો ખુલાસો, ‘મારા પર રેપનો ખોટો કેસ નાખવામાં આવ્યો હતો’, 2005માં જ્યારે મને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હકિકતમાં બીજા ખેલાડીનું નામ આવેલુ હતું પણ ટીમ મેનેજન્મેન્ટ, ટીમના કેપ્ટન અને પાકિસ્તાન બોર્ડના ચેરમેને તેનું નામ છુપાવી મને પ્રવાસથી બહાર કરી દીધો હતો.
 • મહત્વપૂર્ણ છે કે શોએબ અખ્તરના નામે વન ડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ બોલ નાખવાનો વર્લ્ડ રેકોર્ડ છે. શોએબ અખ્તર હેલો એપ સાથે જોડાયેલો છે અને આ દરમિયાન વાતચીતમાં તેને અનેક આવા ખુલાસા કર્યા છે. શોએબ અખ્તરની રસપ્રદ વાતો માટે જુઓ નીચે આપેલો વીડિયો.

To Top
Translate »