IPL

રણજીમાં એક ઓવરમાં ફટકારી હતી 5 સિક્સર, IPLમાં વિરાટ કોહલી સાથે રમશે

IPL 2019ની હરાજી જયપુરમાં યોજાઇ હતી. મુંબઇના ડોમેસ્ટિક પ્લેયર શિવમ દુબેને 5 કરોડ રૂપિયા જેવી જંગી રકમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ખરીદ્યો હતો. શિવમ દુબેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી. શિવમ દુબે રણજી ટ્રોફીમાં મુંબઇ તરફથી રમતા બરોડા સામે એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી.IPLમાં હરાજી દરમિયાન યુવા ખેલાડી શિવમ દુબેને કરોડો રૂપિયાની લોટરી લાગી હતી. 20 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા શિવમ દુબેને 5 કરોડમાં વિરાટ કોહલીની કેપ્ટન્સી ધરાવતી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ખરીદ્યો હતો. શિવમ દુબેને ખરીદવા માટે પહેલા દિલ્હી કેપિટલ્સે રસ દાખવ્યો હતો. શિવમ દુબેએ 13 ટી-20 મુકાબલામાં 10 વિકેટ ઝડપી છે અને બેટથી પણ સારૂ પ્રદર્શન કર્યુ છે.

એક દિવસ પહેલા ફટકારી હતી એક ઓવરમાં 5 સિક્સર

મુંબઇના શિવમ દુબેએ આઇપીએલ 2019ની હરાજીના એક દિવસ પહેલા રણજી ટ્રોફીમાં મુંબઇ તરફથી રમતા વડોદરા વિરૂદ્ધ 76 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગમાં તેને સાત સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. શિવમે સ્પિનર સ્વપ્નિંલ સિંહની બોલમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી.

વિરાટ કોહલીની ટીમ તરફથી રમશે શિવમ દુબે

કૃણાલ પંડ્યા અને વિજય શંકર જેવા ખેલાડીઓને આઇપીએલનો મોટો યોદ્ધો ગણવામાં આવે છે. આ રીતે ભારતીય ખેલાડી શિવમ દુબેનું પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટુ નામ છે. મુંબઇ ટી-20 લીગમાં આ ખેલાડીના નામે કેટલાક શાનદાર રેકોર્ડ પણ દર્જ છે. મહત્વપૂર્ણ છે કે શિવમ દુબેએ મુંબઇ ટી-20 લીગમાં આઇપીએલમાં રમી ચુકેલા પ્રવીણ તાંબેને પણ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. શિવમ દુબે પાસે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ અનેક રીતના વેરિએશન છે, જેનો ફાયદો વિરાટ કોહલીના નેતૃત્વ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ઉઠાવી શકે છે. આઇપીએલમાં વેચાયા બાદ શિવમ દુબેએ જણાવ્યુ કે હું ખુશનસીબ છુ કે મને વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં આઇપીએલમાં રમવાની તક મળશે. આરસીબી ફેન્સ હું આવી રહ્યો છું.

To Top