Off The Field

હાર્દિક પંડ્યાના સમર્થનમાં ઉતર્યો ધવન, કહ્યું- ટીમને તેની જરૂર

ભારતીય ઓપનર શિખર ધવને હાર્દિક પંડ્યાનો બચાવ કરતા કહ્યું કે ભારતને તેની જરૂર છે. ધવને મેચ પહેલા પત્રકાર પરિષદમાં કહ્યું, ‘હાર્દિકના ટીમમાં હોવાથી સંતુલન બને છે, તે ઘણુ મહત્વનું છે.’

ભારત રચશે ઇતિહાસ

શિખર ધવને કહ્યું કે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ વન ડે સિરીઝ જીતીને ઇતિહાસ રચવા માંગે છે.ધવને કહ્યું, સિરીઝ જીતવી ઘણી જરૂરી છે. ટેસ્ટ અને વન ડે બન્ને જીતવુ મોટી સિદ્ધિ હશે. અમે ગત મેચમાં શાનદાર ટીમ પ્રદર્શન કર્યુ ખાસ કરીને એમએસ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. અમને ખુશી છે કે ધોનીએ પોતાની લય મેળવી લીધી છે, તેમના જેવો બેટ્સમેન બીજા છેડે બેટ્સમેનને આત્મવિશ્વાસ અપાવે છે.ઓસ્ટ્રેલિયાની પ્રશંસા કરતા ધવને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સારી સંતુલિત ટીમ છે જોકે, સ્મિથ અને વોર્નરની કમી પડી રહી છે. બીજી તરફ અમારી પાસે ભુવી અને શમીના રૂપમાં અનુભવી બોલર છે અને અમે પ્રથમ દસ ઓવરમાં દબાણ બનાવી લઇએ છીએ.

To Top