Expert Comment

વર્લ્ડકપને લઇને સેહવાગની ભવિષ્યવાણી, આ ટીમ જરૂર રમશે ફાઇનલ

વર્લ્ડકપ 2019માં તમામ દિગ્ગજોનું માનવુ છે કે ભારત અને ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બનવાની દાવેદાર છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન સેહવાગ પણ કઇક આવુ જ માને છે. સેહવાગે આ વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને ભવિષ્યવાણી કરી છે. સેહવાગે કહ્યું કે આ વર્લ્ડકપની ફાઇનલમાં એક એશિયન ટીમ જરૂર રમશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘જો તમે વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇતિહાસ જોઇલો તો એશિયન ટીમોનો દબદબો રહ્યો છે. આ વખતે પણ ભારત,શ્રીલંકા અને પાકિસ્તાનમાંથી કોઇ એક ટીમ વર્લ્ડકપની ફાઇનલ જરૂર રમશે. તમે 2007 અને 2011ના વર્લ્ડકપની ફાઇનલ જોઇ લો, તો શ્રીલંકા બન્ને વખત ફાઇનલ રમી હતી. માત્ર એક ફાઇનલ એવી થઇ જેમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ 2015ના વર્લ્ડકપની ફાઇનલ રમી હતી. મોટાભાગના તમામ વર્લ્ડકપમાં કોઇ એક એશિયન ટીમ ફાઇનલ રમી છે.માટે મને લાગે છે કે આ વખતે પણ ભારત,પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી કોઇ એક ટીમ ફાઇનલમાં જરૂર પહોચશે.

સેહવાગે 2011ના વર્લ્ડકપને યાદ કરતા કહ્યું, ‘જો તમે 2011ના વર્લ્ડકપની વાત કરો તો 2011 વર્લ્ડકપમાં પાકિસ્તાન 260 રન ચેઝ કરી શકી નહતી. તે સમયે પાકિસ્તાન દબાણ ઝોલી શક્યુ નહતું. ભારત અને પાકિસ્તાન મેચમાં ટોસ મહત્વની ભૂમિકામાં હોય છે. જે પ્રથમ બેટિંગ કરીને રન લેશે તે મેચ જીતી લેશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં એક મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન બનાવ્યા હતા અને પાકિસ્તાન ચેઝ કરી શક્યુ નહતું. આવુ જ કઇક ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જોવા મળ્યુ હતું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન બનાવ્યા હતા અને ભારત હારી ગયુ હતું.મહત્વપૂર્ણ છે કે વિરેન્દ્ર સેહવાગ 2011ની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચુક્યો છે. વિરેન્દ્ર સેહવાગના નામે ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે.

To Top
Translate »