Expert Comment

જૂનિયર દ્રવિડની બે મહિનાની અંદર ત્રીજી ધમાલ, 166 રન બનાવી 4 વિકેટ પણ ઝડપી

ક્યારેક ટીમ ઇન્ડિયાની દીવાલ ગણાતા રાહુલ દ્રવિડના પુત્ર સમિત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 2 મહિનાની અંદર બે બેવડી સદી ફટકારી ચુકેલા આ સ્ટારે હવે વધુ એક સિદ્ધિ મેળવી છે. પોતાના ઓલ રાઉન્ડર રમતની મદદથી સમિતે માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કૂલને BTR શિલ્ડ અંડર-14 ગ્રુપ 1, ડિવિજન-II ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોચાડી દીધી હતી.

25 ફેબ્રુઆરી એટલે મંગળવારે જૂનિયર દ્રવિડે 24 ફોરની મદદથી 131 બોલમાં 166 રનની ઇનિંગ્સ રમી હતી અને બોલિંગમાં પણ 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ રમતની મદદથી 50 ઓવરમાં 330 રન બનાવી વિરોધીઓને 182 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી.

2 મહિનાની અંદર બે બેવડી સદી, એક સદી

સમિત માત્ર 14 વર્ષનો છે અને તેણે બે મહિનાથી ઓછા સમયમાં બે બેવડી સદી અને એક સદી ફટકારી છે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં સમિતે શ્રીકુમારન સ્કૂલ વિરૂદ્ધ 204 રનની ઇનિંગ્સ રમી હતી. 267 રનની વિશાળ જીતમાં તેને બે વિકેટ પણ ઝડપી હતી, આ પહેલા 2019 ડિસેમ્બરમાં તેણે U-14 ઇન્ટર જોનલ ટૂર્નામેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા ધારવાડ જોન વિરૂદ્ધ બેવડી સદી ફટકારી હતી. કોલકાતામાં રમાયેલી આ 201 રનની ઇનિંગ્સમાં 256 બોલમાં રમી હતી, જેમાં 22 ફોર ફટકારી હતી. ડ્રો થયેલી આ મેચમાં સમિત દ્રવિડે 3 વિકેટ ઝડપી હતી.

સંન્યાસ બાદ પણ દ્રવિડનું યોગદાન ચાલુ

રિટાયરમેન્ટ લીધા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સતત સક્રિય રીતે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ભારતીય ક્રિકેટની નવી ટીમ તૈયાર કરનારા રાહુલે 2015માં ભારત એ અને અંડર-19 ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. પોતાના કાર્યકાળમાં તેણે 2016માં U-19 ટીમને વર્લ્ડકપની ફાઇનલમાં એન્ટ્રી અપાવી હતી. 2018માં તેમણે પૃથ્વી શૉ કેપ્ટન્સીમાં અંડર-19 ટીમને વર્લ્ડકપ અપાવ્યો હતો. તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના નિર્દેશક (ક્રિકેટ) પદ સંભાળી રહ્યા છે.

To Top
Translate »