Expert Comment

પાકિસ્તાનના ક્રિકેટરનો ખુલાસો- આફ્રિદીને કારણે મારી કરિયર બરબાદ થઇ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટનો દાવો છે કે શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની ટીમમાં તેની વાપસી રોકી હતી. બટ્ટે 2010 સ્પોટ ફિક્સિંગ પ્રકરણના પાંચ વર્ષના પ્રતિબંધ બાદ મેદાનમાં વાપસી કરી અને 2016 વર્લ્ડકપ ટી-20માં પસંદ કરવાની નજીક પહોચી ગયો હતો.

આફ્રિદીએ મારી કરિયર બરબાદ કરી

સલમાન બટ્ટે કહ્યું કે ભારતમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં તેની પાકિસ્તાનની ટીમમાં વાપસી થઇ શકતી હતી, તેને જણાવ્યુ કે પ્રતિબંધ પુરો કર્યા બાદ તેને ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ અને નેશનલ ટીમમાં વાપસીની નજીક પહોચ્યો હતો, જોકે, આફ્રિદીએ તેની પસંદગી પર રોક લગાવી દીધી હતી.

બટ્ટે કહ્યું, ‘મને કોચ વકાર યૂનિસ અને બેટિંગ કોચ ગ્રાંટ ફ્લાવરે એનસીએમાં બોલાવ્યો અને નેટ્સ પર લઇ જઇને ફિટનેસ ટેસ્ટ કર્યો હતો. વકાર ભાઇએ મને પુછ્યુ કે હું પાકિસ્તાન માટે ફરી રમવા માટે તૈયાર છું? મે હાં કહ્યું હતું. બટ્ટે કહ્યું કે તેની વાપસીના લગભગ તમામ દ્વાર ખુલ્લા હતા પરંતુ ત્યારે કેપ્ટન શાહિદ આફ્રિદીએ વાપસી પર રોક લગાવી દીધી હતી. બટ્ટે દાવો કર્યો, મને નથી ખબર કે તેમને બરાબર કર્યુ, મે તેમની પાસે જઇને આ મામલે કોઇ વાતચીત નથી કરી. મને એટલી ખબર છે કે વકાર અને ફ્લાવરે મને વર્લ્ડકપ રમવા કહ્યું અને કેપ્ટન આફ્રિદીએ આવુ થવા દીધુ નહતું.

2010માં મેચ ફિક્સિંગનો લાગ્યો હતો આરોપ

2010માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાકિસ્તાનના સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પકડાયા હતા.

To Top
Translate »