Latest News

અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધા, ગુજરાત સચિવાલયની ક્રિકેટ ટીમમાં સાહિલ સિંધીનો સમાવેશ

અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાની ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત સચિવાલયની ક્રિકેટ ટીમમા સાહિલ સિંધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ગોળીયા (આલવાડા) પ્રાથમિક શાળાના શિક્ષક સાહિલ એ સિંધીની શાનદાર રમત બદલ પસંદગી કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 19 માર્ચથી 24 માર્ચ સુધી દિલ્હી ખાતે રમાશે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલ ચિત્રાસણી નામના નાનકડાં ગામ માં જન્મેલ સાહિલ સિંધીએ અનેક પડકારોને પાર કરીને શિક્ષક ની નોકરી મેળવી તેની સાથે તેમને પોતાના લોહીમાં રહેલ ક્રિકેટ ને પણ જીવંત રાખી. જેના ફળ સ્વરૂપે તેમની પસંદગી અખિલ ભારતીય મુલ્કી સેવા માં થઈ છે… Cricklove.com તરફ થી મુસ્લિમ મેહદવિયા સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ…

સાહિલની બેટિંગ જોવા માટે દૂર દૂરથી આવે છે ક્રિકેટ રસીયા

સાહિલ સિંધી લોકલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સ્ટાર ક્રિકેટર છે. સાહિલ સિંધીની બેટિંગ જોવા માટે દૂર દૂરથી ક્રિકેટ રસીયાઓ આવે છે. સાહિલ સિંધીની શાનદાર રમતને પગલે અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાની ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પસંદગી થઇ છે.

ગેલ-આફ્રિદી- યૂસુફ પઠાણ છે ફેવરિટ ક્રિકેટર

સાહિલ સિંધીના ફેવરિટ ક્રિકેટરમાં શાહિદ આફ્રિદી, ક્રિસ ગેલ, ડેવિડ મિલ્લર, રિકી પોન્ટિંગ, સચિન તેંડુલકર, ગ્લેન મેક્સવેલ, યૂસુફ પઠાણ, શિખર ધવન સહિતના ખેલાડીઓ છે. આ ક્રિકેટરની ઝલક તેની બેટિંગમાં પણ જોવા મળે છે. આ સિવાય ઇરફાન પઠાણ-ઝહિર ખાન જેવા ફાસ્ટ બોલરોને પણ તે ફોલો કરે છે.

To Top
Translate »