Latest News

કોચ આચરેકરની અંતિમ યાત્રામાં રડી પડ્યો સચિન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. સચિન તેંડુલકર આચરેકરની અંતિમ યાત્રા દરમિયાન ભાવુક બન્યો હતો. આચરેકરના પાર્થિવ શરીરને શિવાજી પાર્કમાં રાખવામાં આવ્યું હતું જ્યાં તે યુવા ક્રિકેટરોને કોચિંગ આપતા હતા.

અંતિમ યાત્રામાં હાજર રહ્યાં સચિન-કાંબલી

રમાકાંત આચરેકરની અંતિમ યાત્રામાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી હાજર રહ્યાં હતા. જ્યારે આચરેકરના પાર્થિવ શરીરને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો ત્યારે ત્યાં પ્રેક્ટિસ કરનારા યુવા બાળકોએ કોચના સન્માનમાં અમર રહેના નારા લગાવ્યા હતા.

To Top