Latest News

સચિન બાજુમાં બેઠો છે તો કાર કોણ ચલાવી રહ્યું છે? વીડિયો થયો વાયરલ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પ્રથમ વખત પોતાના ઘરના પાર્કિંગમાં સ્વચાલિત કારનો આનંદ માણ્યો હતો. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેંડુલકર જે કાર બેઠેલા જોવા મળે છે તે આપમેળે ચાલી રહી છે. આ વીડિયોને જોતા લાગી રહ્યું છે કે, કોઈ અદ્રશ્ય ડ્રાઈવર કારને ચલાવી રહ્યું છે. જોકે, આ કારમાં ડ્રાઈવિંગ સીટ પર કોઈ પણ નથી.

આ વીડિયોને શેર કરતા સચિને લખ્યું છે કે, મારી કાર ગેરેજમાં પોતાની રીતે જ પાર્ક થવાનો રોમાંચકારી અનુભવ. એવુ લાગી રહ્યું છે મિસ્ટર ઈન્ડિયા (@AnilKapoor)નિયંત્રણ કરી રહ્યું છે. મને માન્યામાં નથી આવતુ કે મારા મિત્રો સાથે વીકેન્ડનો સમય રોમાંચક હશે.

ઉલ્લેખનિય છે કે, સચિન તેંડુલકરના ક્રિકેટની સાથે-સાથે મોટી કારોનો પણ શોખ ધરાવે છે. તેના ગેરેજમાં Maruti 800થી લઈને Nissan GT-R, ફેરારી જેવી કારો પણ શામેલ છે.

To Top
Translate »