Latest News

પૂજારાના જન્મ દિવસ પર સચિને ગુજરાતીમાં કરી વિશ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 32 વર્ષનો થઇ ગયો છે. ચેતેશ્વર પૂજારાને પોતાના જન્મ દિવસે અનેક લોકોએ તેને શુભેચ્છા પાઠવી છે. ભારતીય બેટિંગ લિજેન્ડ સચિન તેંડુલકરે પૂજારાનું નામ ગુજરાતીમાં લખેલા એક શાનદાર સંદેશથી તેને શુભેચ્છા પાઠવી હતી.

સચિને પૂજારાને ગુજરાતીમાં કરી વિશ

સચિન તેંડુલકરે ગુજરાતીમાં સંદેશ લખ્યો, ‘પૂજારાને આઉટ કરવા માટે પૂજારીના આશીર્વાદની જરૂર હોય છે. જન્મ દિવસ મુબારક ચેતેશ્વર પૂજારા.’

સચિનની આ ટ્વીટનો પૂજારાએ પણ જવાબ આપતા લખ્યુ, ‘જે ભગવાન સાથે રમેલા હોઇ અને એમના આશીર્વાદ હોઇ એને બીજી શુ ચિંતા, આપનો ખુબ ખુબ આભાર.’

 

બીસીસીઆઇએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

સચિન સહિત અન્ય કેટલાક ક્રિકેટર અને બીસીસીઆઇએ પણ પૂજારાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. બીસીસીઆઇએ પૂજારાને શુભેચ્છા પાઠવતા લખ્યુ, ક્લાસ ધૈર્ય અને ટેકનિકનું એક પ્રતિક, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને જન્મ દિવસની શુભેચ્છાઓે.

ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો વિશ્વાસપાત્ર બેટ્સમેનમાંથી એક છે. તે ટીમ ઇન્ડિયાની 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતમાં 521 રન બનાવી હીરો બન્યો હતો અને મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. 32 વર્ષીય પૂજારાએ અત્યાર સુધી 75 ટેસ્ટ મેચમાં 18 સદી અને 49.48ની એવરેજથી 5740 રન બનાવ્યા છે.

 

To Top
Translate »