Latest News

મળો ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગ જોડીને, શિખર ધવન-રોહિત શર્માની રસપ્રદ વાતો VIDEOમાં

ભારતીય ક્રિકેટ ટીમની અત્યારની સૌથી શાનદાર ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવનની છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતને સારી શરૂઆત અપાવી છે અને અનેક મેચમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિરેન્દ્ર સેહવાગ-ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર-વિરેન્દ્ર સેહવાગ પછી આ જોડી સૌથી સફળ જોડીમાંથી એક છે. ગૌરવ કપૂરના શો બ્રેક ફાસ્ટ વિથ ચેમ્પિયનમાં રોહિત શર્મા અને શિખર ધવને હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અનેક રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન અમે તમને ભારતની ઓપનિંગ જોડીની રસપ્રદ વાતો વિશે જણાવી રહ્યા છીએ.

ક્રિકેટને લગતા આવા જ રસપ્રદ વીડિયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને રોજ તમને આવા જ વીડિયોથી અમે તમને રૂબરૂ કરાવતા રહીશું. તમારો ફેવરિટ ક્રિકેટર ક્યો છે તેના વિશે પણ તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તે ક્રિકેટર વિશેની રસપ્રદ વાતો સાથે હાજર થઇશું.


To Top
Translate »