Expert Comment

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રોહિત શર્માને મળી શકે કમાન, વિરાટ કોહલીને આરામ

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડે અને ટી-20 સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાની કમાન સોપવામાં આવે તેવી શક્યતા છે. ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વિરાટ કોહલીને આરામ આપે તેવી શક્યતા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત તાજેતરમાં એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. વેસ્ટ ઇન્ડીઝની ટીમ નબળી હોવાથી ટીમ મેનેજમેન્ટ નવા ખેલાડીઓને તક આપે તેવી શક્યતા છે.

સીનિયર પ્લેયર્સને આરામ અપાશે

ભારતીય ક્રિકેટ ટીમની સીનિયર ખેલાડી જે ત્રણેય ફોર્મેટ (વન ડે,ટેસ્ટ અને ટી-20)માં રમે છે તેમને આરામ આપવામાં આવે છે. આ ખેલાડીઓમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર સામેલ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ઇન્ડિયા એ અને ઇન્ડિયા બીમાં રમી રહેલા ખેલાડીઓને પણ તક આપવામાં આવી શકે છે.

વિન્ડીઝ વિરૂદ્ધ અંતિમ પ્રયોગ

મે 2019માં ક્રિકેટ વર્લ્ડકપ રમાવાનો છે, એવામાં વિન્ડીઝ સિરીઝ ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડકપ પહેલા અંતિમ હોમ સિરીઝ છે. જેને કારણે તેમાં પ્રયોગ કરવામાં આવે છે તે બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને તે બાદ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પણ કરવાનો છે.

21 ઓક્ટોબરથી શરૂ થશે વન ડે સિરીઝ

2 ટેસ્ટ મેચ બાદ 21 ઓક્ટોબરથી બન્ને દેશો વચ્ચે 5 વન ડે મેચની સિરીઝ શરૂ થશે. તે બાદ 4 નવેમ્બરથી ભારત વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 3 ટી-20 મેચની સિરીઝ રમશે.

સંભવિત ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, અંબાતી રાયુડૂ, મનિષ પાંડે, એમએસ ધોની, પૃથ્વી શૅા, રિષભ પંત, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કૌલ, શાર્દુલ ઠાકુર

To Top