Expert Comment

રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પુરા કર્યા 9000 રન

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગલુરૂમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચમાં ચાર રન બનાવતા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માએ (Rohit Sharma) વન ડેમાં પોતાના 9000 રન પુરા કરી લીધા છે. રોહિત શર્માએ 217 વન ડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ આ સાથે જ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

રોહિત શર્માએ આ તમામ દિગ્ગજોથી ઓછી ઇનિંગ્સ રમી વન ડેમાં 9000 રન પુરા કર્યા છે. સૌરવ ગાંગુલીએ 228, સચિન તેંડુલકરે 235 અને બ્રાયન લારાએ 239 ઇનિંગ્સમાં 9 હજાર વન ડે રન પુરા કર્યા હતા.

વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન પુરા કરવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) નામે છે. વિરાટ કોહલીએ (Virat Kohli) 194 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

વન ડેમાં સૌથી ઝડપી 9000 રન

વિરાટ કોહલી- 194 ઇનિંગ્સ
એબીડી વિલિયર્સ- 205 ઇનિંગ્સ
રોહિત શર્મા- 217 ઇનિંગ્સ
સૌરવ ગાંગુલી- 228 ઇનિંગ્સ
સચિન તેંડુલકર- 235 ઇનિંગ્સ
બ્રાયન લારા- 239 ઇનિંગ્સ

વન ડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો રોહિત શર્મા વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર આવે છે. રોહિત શર્માના નામે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 28 સદી છે.

સૌથી વધુ વન ડે સદી

સચિન તેંડુલકર- 49 સદી
વિરાટ કોહલી- 44 સદી
રિકી પોન્ટિંગ- 30 સદી
સનથ જયસૂર્યા/ રોહિત શર્મા- 28 સદી

To Top
Translate »