Latest News

રોહિત શર્મા-શિખર ધવનની પ્રથમ મુલાકાત ક્યારે થઇ હતી, વીડિયોમાં રસપ્રદ ખુલાસા

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડકપ 2019 રમવા માટે ઇંગ્લેન્ડમાં છે. વર્લ્ડકપમાં ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન પર મોટો દારોમદાર છે. રોહિત શર્મા અને શિખર ધવન બ્રેકફાસ્ટ વિથ ધ ચેમ્પિયનમાં જોવા મળ્યા હતા જેમાં બન્ને ક્રિકેટરોએ રસપ્રદ ખુલાસા કર્યા હતા. રોહિત શર્મા અને શિખર ધવનની મુલાકાત એનસીએના કેમ્પમાં થઇ હતી. રોહિત શર્માએ પણ આ શોમાં કેટલાક ખુલાસા કર્યા હતા. રોહિત શર્મા પહેલા ઓપનર બેટ્સમેન નહતો જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં કેપ્ટન એમએસ ધોનીએ રોહિત શર્માને કહ્યું કે ઓપન કરીશ. તે બાદ રોહિત શર્માએ ઓપનિંગ કરવાનું શરૂ કર્યુ અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ મેચમાં શિખર ધવન સાથે મળીન 100 રનથી વધુની ભાગીદારી કરી હતી.

 

To Top
Translate »