Latest News

મેચમાં ઉતર્યા પહેલા શિખર ધવન કરે છે આવુ કામ, રોહિત શર્માએ કર્યા રસપ્રદ ખુલાસા

ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે 15 સપ્ટેમ્બરે ટી-20 સિરીઝ શરૂ થઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.ટીમ ઇન્ડિયા તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝમાં 3-0થી ટી-20 સિરીઝ રમીને આવી છે. દક્ષિણ આફ્રિકા આશરે 6 મહિના બાદ કોઇ ટી-20 મેચ રમશે. આઇસીસી વન ડે વર્લ્ડકપમાં તેનું કોઇ ખાસ પ્રદર્શન રહ્યું નહતું. એવામાં ભારતના મુકાબલે તેના ખેલાડીઓનું મનોબળ પણ ઓછુ હશે.

ટી-20 સિરીઝમાં ભારત તરફથી ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan)ના ખભા પર છે. લિમિટેડ ઓવરના ફોર્મેટમાં રોહિત અને ધવનની જોડી દુનિયાની સફળ પાર્ટનરશિપ માનવામાં આવે છે.તે મેદાનની બહાર પણ સારા મિત્ર છે. બન્ને ઓપનિંગ કરતા કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. અવાર નવાર સાંભળવા મળે છે કે ક્રિકેટર ખુદને સફળ કરવા માટે કોઇ ટોટકાનો પણ ઉપયોગ કરે છે. ઘણા ઓછા લોકોને આ જાણકારી હશે કે ધવન-રોહિત શર્મા પણ આવુ જ કઇક કરે છે. એક ટોક શો દરમિયાન રોહિત શર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે.

કેટલાક દિવસ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan) ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં પહોચ્યા હતા. અહી તેમને કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. વાત વાતમાં રોહિત શર્માએ જણાવ્યુ કે ઓપનિંગ કરવા માટે જતા ક્યારેય સ્ટ્રાઇક લેતો નથી. એવામાં ટીમ ઇન્ડિયાની શરૂઆત રોહિત શર્માના બેટથી થાય છે. રોહિત શર્માએ જણાવ્યુ, ‘તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનિંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કરી હતી.’

રોહિત શર્માએ જૂની વાતોને યાદ કરતા જણાવ્યુ, ‘મેચના એક દિવસ પહેલા મહેન્દ્રસિંહ ધોની મારી પાસે આવ્યા અને મને કહ્યું કે કાલે તમારે ઓપન કરવાનું છે. મે હાં કહી દીધી. જોકે, બાદમાં જ્યારે હું પોતાના રૂમમાં ગયો ત્યારે વિચાર્યુ કે આ મે શું કહી દીધુ. પછી મે વિચાર્યુ કે ચાલો બરાબર છે, જે હશે તે જોયુ જશે. બીજા દિવસે જ્યારે અમે (હું અને શિખર ધવન) બેટિંગ માટે મેદાન પર જવા લાગ્યા તો મે શિખર ધવનને પૂછ્યુ કે સ્ટ્રાઇક તું લઇશ. તો શિખરે ઇનકાર કરી દીધો, તેણે કહ્યું કે હું ક્યારેય પ્રથમ બોલ નથી રમતો. મે કહ્યું કે ભાઇ લઇ લો, હું પ્રથમ વખત ઓપનિંગ કરવા જઇ રહ્યો છું, પરંતુ શિખર માન્યો નહતો અને કહ્યું કે હું ક્યારેય આવુ નહી કરૂ. જોકે, બાદમાં અમે બન્નેએ સદીની ભાગીદારી કરી અને અમારી ટીમે 300થી વધુનો સ્કોર કર્યો અને અમે તે મેચ જીતી ગયા હતા.’

 

To Top
Translate »