Off The Field

પંતે ટીમ પેનને આપ્યો જવાબ- મયંક તમે ક્યારેય અસ્થાયી કેપ્ટન વિશે સાંભળ્યુ છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બન્ને ટીમના ખેલાડી સ્લેજિંગ કરતા જોવા મળ્યા હતા. આ મેચમાં બન્ને ટીમના વિકેટકીપર અવાર નવાર એક બીજાના ખેલાડીઓને ઉશ્કેરવાનું કામ કરતા હતા. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન કેપ્ટન વિકેટકીપર રિષભ પંતને લઇને કોમેન્ટ કરી હતી. જવાબમાં રિષભ પંતે પણ તેને વળતો જવાબ આપ્યો છે.

રિષભ પંતે આપ્યો ટીમ પેનને જવાબ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન જ્યારે બેટિંગ માટે આવ્યો ત્યારે રિષભ પંતે સિલી પોઇન્ટ પર ઉભેલા મયંક અગ્રવાલને કહ્યું, ‘અમારી વચ્ચે આજે નવો મહેમાન છે, મયંક તમે ક્યારેય ટેમ્પરરી કેપ્ટન વિશે સાંભળ્યુ છે.’ તે સમયે રવિન્દ્ર જાડેજાને પંતે કહ્યું કે પેનની વિકેટ લેવા માટે વધુ કઇ કરવાની જરૂર નથી, કારણ કે તે માત્ર વાતો કરવામાં માહેર છે.રિષભ પંતે કહ્યું, ‘તેને આઉટ કરવા માટે વધુ કઇ કરવાની જરૂર નથી, તેને વાતો કરવાનું પસંદ છે અને તે કરી શકે છે, બસ બકબક.’ અમ્પાયર ઇયાન ગૂડે જોકે, રિષભ પંતને તેની ટિપ્પણી માટે ચેતવ્યો હતો. જોકે પેને જ્યારે ત્રીજા દિવસે આવી હરકતો કરી હતી ત્યારે અમ્પાયર દ્વારા કોઇ ચેતવણી આપવામાં આવી નહતી.

To Top