Off The Field

આ છે રિષભ પંતની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર રિષભ પંતે ગર્લફ્રેન્ડ ઇશા નેગીની તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.રિષભ પંતે તસવીર શેર કરતા જ ફેન્સ તેની ગર્લફ્રેન્ડ વિશે સર્ચ કરવા લાગ્યા હતા.

જાણો કોણ છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ

રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઇશા નેગી છે અને તે ઉત્તરાખંડની છે. ઇશા ઇન્ટીરિયર ડેકોર ડિઝાઇનર છે. રિષભ પંતે ગર્લફ્રેન્ડ ઇશા નેગી સાથેની તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરતા લખ્યુ, હું તમને ખુશ જોવા માંગુ છુ, કારણ કે તમારે કારણે જ હું ઘણો ખુશ છું. ઇશા નેગીએ પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રિષભ પંતની તસવીર શેર કરતા લખ્યુ, મારા અભિન્ન મિત્ર, મારા સૌથી સારા મિત્ર અને મારા જીવનનો પ્રેમ. ઇશા નેગીનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે. રિષભ પંતે જેવી જ ઇશા સાથેની તસવીર શેર કરી તેની ફેન્સ ફોલોવિંગ વધી ગઇ હતી.

 

View this post on Instagram

 

I just want to make you happy because you are the reason I am so happy ❤️

A post shared by Rishabh Pant (@rishabpant) on

To Top