Expert Comment

રિષભ પંતની ભૂલોની લિમિટ પૂરી, કોચ શાસ્ત્રીએ આપી ચેતવણી

અંતે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહેવુ પડ્યુ કે રિષભ પંત જો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન કરેલી ભૂલોને દોહરાવતો રહેશે તો તેનું નુકસાન તેને ભોગવવુ પડશે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ યુવા વિકેટકીપર બેટ્સમેને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે નિરાશ કર્યા હતા. તે સિરીઝની ત્રીજા વન ડેના મુકાબલામાં પ્રથમ બોલ પર આઉટ થઇ ગયો હતો.

રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘આ વખતે અમે તેને છોડી રહ્યાં છીએ. પોર્ટ ઓફ સ્પેન (ત્રિનિદાદ)માં પ્રથમ બોલ પર જે રીતનો શોર્ટ રમીને આઉટ થયો હતો અને તે તેને દોહરાવે છે તો તેને આ મામલે જણાવવામાં આવશે. કૌશલ હોય કે ના હોય, તમે તેનું નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવુ જોઇએ.

રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘આ બિલકુલ સામાન્ય છે. ખુદને નિરાશ કરવાનું તો છોડો, તમે ટીમને પણ નિરાશ કરી રહ્યાં છો. જ્યારે ક્રીઝ પર તમારી સાથે કેપ્ટન હોય અને તમે પડકારનો પીછો કરતા રહેશો તો તમારે સમજદારીથી ક્રિકેટ રમવાનું હોય છે.

રવિ શાસ્ત્રીએ પંતનો બચાવ પણ કર્યો અને કહ્યુ- પંતની કાબિલિયત પર કોઇ સવાલ નથી ઉઠાવી શકતો પરંતુ જો તે શોર્ટ પસંદગી અને યોગ્ય નિર્ણય લેવામાં સુધાર કરે છે તો તેને રોકવો આસાન નહી હોય.

કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, અમે પંત પાસે માત્ર એક વસ્તુની આશા કરીએ છીએ કે તે મેચની સ્થિતિના હિસાબથી રમે. અમે એમ નથી ઇચ્છતા કે તે પોતાના હિસાબથી રમે.આ પરિસ્થિતિને સમજવી જોઇએ.

To Top
Translate »