Expert Comment

રિકી પોન્ટિંગ અનુસાર આ બે ટીમ જીતી શકે છે 2019નો વર્લ્ડકપ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગ અનુસાર ભારત અને ઇંગ્લેન્ડ આગામી વર્લ્ડકપનો ખિતાબ જીતી શકે છે.રિકી પોન્ટિંગે બન્ને ટીમનું વર્તમાન ફોર્મનું આંકલન કરતા કહ્યું કે આ બન્ને ટીમ આગામી વન ડે વર્લ્ડકપ જીતી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે પણ ખિતાબ બચાવવાની પુરી તક રહેલી છે. 30 મેથી ઇંગ્લેન્ડમાં 2019ના વર્લ્ડકપનો પ્રારંભ થશે.

2015માં ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો વર્લ્ડકપ

આ પહેલા વર્ષ 2015માં વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. પોન્ટિંગે ઓસ્ટ્રેલિયન ટીમ અંગે વાત કરતા કહ્યું કે પ્રતિબંધમાં પરત ફરી રહેલા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસીથી અમારી ટીમની તાકાત વધી જશએ. સ્ટીવન સ્મિથ અને વોર્નર પર બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.સ્મિથ અને વોર્નર પર લાગેલો આ પ્રતિબંધ 29 માર્ચે પૂર્ણ થઇ જશે.

To Top