Expert Comment

ઓસ્ટ્રેલિયામાં કોહલી નહી આ ખેલાડી બનાવશે સૌથી વધુ રન: પોન્ટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે ભવિષ્યવાણી કરી છે. રિકી પોન્ટિંગનું કહેવુ છે કે ભારત-ઓસ્ટ્રેલિયાસામે ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી નહી પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા સૌથી વધુ રન બનાવશે.

કોહલી નહીં ખ્વાજા બનશે મેન ઓફ ધ સિરીઝ

પોન્ટિંગે કહ્યું- કોહલી જ્યારે ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે તેને 86.50ની એવરેજથી 692 રન બનાવ્યા હતા પરંતુ આ વખતે હાલત અલગ છે. ઉસ્માન ખ્વાજાએ તાજેતરમાં પાકિસ્તાન વિરૂદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. સ્મિથ અને વોર્નરની ગેરહાજરીમાં તે સારી રમત બતાવશે. તે આ સમયે પોતાના સૌથી સારા સમય અને ફોર્મમાં ચાલી રહ્યો છે. મને લાગે છે કે આ સિરીઝમાં તે સૌથી વધુ રન બનાવશે. આટલુ જ નહી તે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીતશે.

To Top