IPL

RCBએ ડી કોકને વેચ્યો, મુંબઇ ઇન્ડિયન્સે મુસ્તફિઝુર-ધનંજયને કર્યા રિલીઝ

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટન ડી કોક આઇપીએલ 2019માં એક નવી ટીમ તરફથી રમતો નજરે પડશે. આ વર્ષે ડી કોકને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 કરોડ 80 લાખમાં ખરીદ્યો હતો. આઇપીએલ 2018માં ફોર્મ સામે ઝઝુમી રહેલા ડી કોક 124ના સ્ટ્રાઇક રેટ સાથે 201 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ક્વિન્ટન ડી કોકને આરસીબીએ 2 કરોડ 80 લાખમાં મુંબઇને વેચી દીધો છે. આવતા વર્ષે આઇપીએલમાં ડી કોક મુંબઇ તરફથી રમશે. મુંબઇએ પણ પોતાના 2 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. મુંબઇ પાસે ઇશાન કિશન અને આદિત્ય તારેના રૂપમાં 2 વિકેટ કીપર પહેલાથી જ હતા. એવામાં ડી કોક ત્રીજા વિકેટકીપરના રૂપમાં ટીમ સાથે જોડાશે. ડી કોક મુંબઇ માટે ટોપ ઓર્ડરમાં બેટિંગની કમાન સંભાળી શકે છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવ અને ઇવિન લુર્ઇસની જોડીએ મુંબઇ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

તમામ ટીમ પાસે એક્સચેન્જની તક

મુંબઇની ટીમે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. જોકે, તે પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવતા ચુકી ગઇ હતી. આઇપીએલ 2019 પહેલા તમામ ટીમો પાસે ખેલાડીઓને એક્સચેન્જ કરવાની તક હશે. 15 નવેમ્બરથી પહેલા ટીમ સહમતીથી ખેલાડીઓને ખરીદી-વેચી શકે છે. આવતા વર્ષે યોજાનારી હરાજી માટે દરેક ટીમને 3 કરોડ રૂપિયા ખર્ચ કરવાની પરવાનગી હશે. મુસ્તફિઝુર રહમાન અને શ્રીલંકાના અકિલા ધનંજયને બહાર કરનારી મુંબઇનો પ્રયાસ આ હરાજીમાં તેમની જગ્યા ભરવા પર હશે.

ગત વર્ષે ખરાબ પ્રદર્શન કરનારી ટીમો પાસે ફરી પોતાની ટીમોને સારી બનાવવાની તક હશે. ગત વર્ષે ખરાબ પ્રદર્શન કરનારી આરસીબી, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનનો પ્રયાસ આ વર્ષે ટીમને પહેલા કરતા સારી બનાવવાનો હશે.

To Top
Translate »