Latest News

ધોનીના કમબેક પર કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું?

ટીમ ઇન્ડિયાના (Team India) પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) વર્લ્ડકપ બાદ બ્રેક પર છે. ધોનીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મુકાબલો વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાની હાર થઇ હતી અને તેનું મિશન વર્લ્ડકપ સમાપ્ત થઇ ગયુ હતું. તે બાદ ધોની ના તો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ટીમ સાથે જોવા મળ્યો કે ના તો દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ઘરેલુ ટી-20 સિરીઝમાં જોવા મળ્યો. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ધોની પર જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે ધોની ખુદ પોતાના કમબેક પર નિર્ણય લેશે.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) કહ્યું, તે વર્લ્ડકપ બાદથી વિકેટકીપર બેટ્સમેન ધોનીને મળ્યો નથી. શાસ્ત્રીએ કહ્યું, જો તે ટીમ ઇન્ડિયામાં કમબેક કરવા માંગે છે તો તેનો નિર્ણય તે જ લેશે.

આ ઇન્ટરવ્યૂમાં ધોનીને પૂછવામાં આવ્યુ કે શું ધોનીની વાપસીને લઇને ટીમ ઇન્ડિયા (Team India) તૈયાર છે? જવાબમાં કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘તેની ગણના અમારા મહાન ખેલાડીઓમાં થશે અને આ યાદીમાં તે ઉચ્ચ સ્તર પર ગણાશે’.

રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘જો તે વાપસી કરવા માંગે છે તો તેની પર નિર્ણય પણ તે જ લેશે. હું તેને વર્લ્ડકપ બાદથી જ નથી મળ્યો.

To Top
Translate »