Expert Comment

કોહલી અને રોહિતના ઝગડાની વાતને શાસ્ત્રીએ બકવાસ ગણાવી આપ્યો તેનો ખુલાસો

રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને મતભેદો છે તે વાત છેલ્લા વર્લ્ડકપથી ચાલી રહી છે. જેને લઈને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ વાતને બકવાલ ગણાવી હતી અને કહ્યું હતું કે, જો મતભેદ હોત તો રોહિતે ટીમ માટે 5 શતક જ ના લગાવ્યા હોત.

તો રોહિતે વર્લ્ડકપમાં 5 શતક જ ના લગાવ્યા હોત
રોહિત અને કોહલી વચ્ચેના મતભેદોને નકાર્યા
રોહિતને વિન્ડિઝ સામે ટેસ્ટમાં ના લેવાતા ફરી વિવાદ વકર્યો હતો
કેટલા ફેન્સે કહ્યું ફ્લોર રાહુલ સામેલ તો રોહિત કેમ નહીં

જો કે, કોહલી અને રોહિતને લઈને છેલ્લા વર્લ્ડકપથી વિવાદ ચાલી રહ્યો હતો આ પહેલા પણ રોહિતને ટેસ્ટ ક્રિકેટમાં આફ્રીકા સામે સમાવવામાં ના આવતા આ બન્ને વચ્ચે અનબનાવ બન્યા હતા. જે પછી વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામે ભારત હારી જતા આ બાબતે વધારે ચર્ચાઓ જોવા મળી હતી. જેમાં એવું પણ સાંભળવા મળ્યું હતું કે, રોહિતે અનુષ્કાને પણ ઈન્સ્ટા પર અનફોલો કરી દીધી છે. જે પછી વિન્ડિઝ સામેની ટેસ્ટ સીરિજની એક પણ મેચમાં રોહિતને સમાવવામાં નથી આવ્યો. જેથી આ બાબતે વધારે ચર્ચા પકડી હતી. કેટલાક ફેન્સે તો એવું પણ કહ્યું હતું કે, ફ્લોપ રાહુલને જગ્યા મળી શકે છે તો રોહિત શર્મા જેવા હોનહાર ખેલાડીને કેમ નહી.

જો કે, આ બધી બાબતોને લઈને ભારતીય ટીમના મુખ્ય કોચ એવા રવિ શાસ્ત્રીએ ટીમમાં કોહલી અને રોહિતના વિખવાદને લઈને ખુલીને વાત કરતા જણાવ્યું હતું કે, આ બન્ને ખેલાડીઓ વચ્ચે જો મતભેદ હોત તો રોહિત વર્લ્ડ કપમાં 5 શતક ના લગાવી શક્યો હોત. જેથી આ વાત તેની સાબિતી છે કે, તે કોહલીના પડખે રહી ટીમ માટે પરફોર્મ કરતો જ રહ્યો.

જો કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ અને રવિ શાસ્ત્રીએ વિન્ડિઝ પ્રવાસ જતા પહેલા જ આ વાતનો રદીયો આપી દીધો હતો કે, તેમની વચ્ચેના સબંધમાં કોઈ તિરાડ નથી. પરંતુ હજુ સુધી રોહિતે આ બાબતે કોઈ સ્પષ્ટતા ખુલીને નથી કરી. પરંતુ વિરાટે લીધેલી ટીમ સાથેની તસવીરમાં પણ તેની સાથે રોહિત ના દેખાતે કેટલાક ફેન્સે જવાબ આપ્યો હતો કે, મતભેદ નથી તો રોહિત કહ્યાં છે?

જો કે, આ બધી વાતને લઈને રવી શાસ્ત્રીએ કહ્યું હતું કે, આ બધું બકવાસ છે જેના પર ખોટી રીતે ધ્યાન અપાઈ રહ્યું છે.

To Top
Translate »