Off The Field

દેશભક્તિની મિસાલ છે આ ખેલાડી, કોઇ પૈસા તો કોઇ ઉઠાવી રહ્યું છે બાળકોના અભ્યાસનો ખર્ચ

પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થઇ ચુક્યા છે. એવામાં દેશભરમાં તમામ મોટી હસ્તી શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે આગળ આવી રહી છે.જેમાં ભારતીય ક્રિકેટર્સ પણ સામેલ થઇ ગયા છે. ભારતીય ક્રિકેટર્સે શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરી છે.

આ ક્રિકેટર્સે જવાનોના પરિવારને કરી મદદ

– પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોની મદદ કરવા માટે ક્રિકેટર મોહમ્મદ શમીએ હાથ આગળ વધાર્યો છે. 28 વર્ષીય મોહમ્મદ શમીએ સીઆરપીએફના તમામ જવાનોના પરિવાર માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.
– પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 44 જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. સેહવાગે ટ્વિટ કર્યુ, ‘અમે શહીદો માટે કઇ પણ કરીએ તો તે ઘણુ નહી હોય પરંતુ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના બાળકોના અભ્યાસ ઝજ્જર સ્થિત સેહવાગ સ્કૂલમાં હું પુરો ખર્ચ ઉઠાવવાનો પ્રસ્તાવ આપુ છું, સૌભાગ્ય હશે.’
– તે બાદ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા તમામ ભારતીયોને શહીદ જવાનોની મદદ કરવા કહ્યું હતું. ધવને ખુદ શહીદ જવાનોના પરિવારજનોની આર્થિક મદદ કરવાની વાત કહી હતી.
– વર્લ્ડકપના હીરો ગૌતમ ગંભીર પણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારની મદદ માટે આગળ આવ્યો હતો. ગંભીરે કહ્યું હતું કે શહીદ થયેલા જવાનોના પરિવાર માટે તેમણે દુખ છે અને તે આ હુમલામાં પ્રભાવિત પરિવારોના 100 બાળકોના ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે.
– આ સિવાય આઇપીએલ શરૂ થયા પહેલા દિલ્હી કેપિટલની ટીમે સારૂ કામ કર્યુ છે. દિલ્હી કેપિટલની ફ્રેન્ચાઇઝીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની મદદ પહોચાડવા પ્રથમ હોમ મેચમાંથી થયેલી કમાણી દાન કરવાની વાત કરી હતી.
– ઇરાની ટ્રોફી જીત્યા બાદ વિદર્ભના કેપ્ટન ફૈઝ ફઝલે પુરી એવોર્ડ રકમ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ (સીઆરપીએફ)ના જવાનોના પરિવારોને દાન કરવાની જાહેરાત કરી હતી.

To Top