Latest News

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોનો ખર્ચ સેહવાગ-ગંભીર ઉઠાવશે

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોને ખર્ચ વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર ઉઠાવશે. વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે આ બન્ને ક્રિકેટર અવાર નવાર લોકોની સહાય કરતા હોય છે.

સેહવાગે શું કહ્યું

વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરતા લખ્યુ, ‘ આપણે કેટલું પણ કરીએ તે પૂરતું નહીં હોય. પરંતુ હું સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલના માધ્યમથી શહીદ જવાનોના બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડવા તૈયાર છું. આવું કરવું મારા માટે સૌભાગ્યની વાત હશે.’

To Top