Latest News

પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાંથી બહાર, પ્રેક્ટિસ મેચમાં થયો ઇજાગ્રસ્ત

ભારતીય ઓપનર પૃથ્વી શૉ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. પૃથ્વી કેચ પકડવા જતા તેનો પગ મચકાઇ ગયો હતો જેને કારણે તેને ફિઝિયો ઉપાડીને ચેન્જિંગ રૂમમાં લઇ ગયા હતા. તે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાંથી બહાર

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારતને ફટકો પડ્યો છે.પૃથ્વીએ પ્રેક્ટિસ મેચમાં 66 રનની ઇનિંગ રમી હતી. ફિલ્ડિંગ સમયે તે ડીમ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, તેની એડીમાં ઇજા થઇ છે. ઓસ્ટ્રેલિયાના મેક્સ બ્રાયંટે ઉંચો શોટ ફટકાર્યો હતો જેને પકડવા માટે પૃથ્વીએ પ્રયાસ કર્યો હતો અને ખુદને બાઉન્ડ્રીની અંદર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન તેનો પગ વળી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો. ટીમ ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને એક અન્યના સહારે તેને ઉઠાવીને ચેન્જિંગ રૂમ સુધી લઇ જવામાં આવ્યો હતો. તે બાદ પૃથ્વીને સ્કેન માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વીટ કરી જણાવ્યુ કે આ સમયે મેડિકલ ટીમ પૃથ્વી શૉની ઇજાની તપાસ કરી રહી છે.

To Top
Translate »