Local Cricket

મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી ફસાયો, લાગ્યો બે વર્ષનો બેન: જાણો શું હતું એ પાછળનું કારણ

બોર્ડે જાહેર કર્યું છે કે, ઈંગ્લેન્ડમાં 21 જુલાઈએ શરૂ થવા જઈ રહેલા અંડર 19માં રાસિખના સ્થાન પર પ્રભાત મૌર્યનું સિલેક્શન કરાયું

ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) એ બુધવારના રોજ એક નિવેદન જાહેર કર્યું હતું. કાશ્મીરના તેજ બોલર રાશિખ ખલામને ઉમર સબંધીત છેડછાડ કરવા બાબતે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. રાશિખ જો કે આ પહેલા આઈપીએ એટલે કે ઈન્ડિયન પ્રીમયર લીગમા આ પહેલા રમ્યો હતો.

બોર્ડે આ બાબતે નિવેદન જાહેર કર્યું હતુ કે, ઈંગ્લેન્ડમાં 21 જુલાઈએ શરૂ થવા જઈ રહેલા અંડર 19 પર રાસિખના સ્થાન પર પ્રભાત મૌર્યનું સિલેક્શન કરાયું.

બીસીસીઆઈએ જણાવ્યુ હતું તે, અખિલ ભારતીય જુનિયર સમિતીએ 21 જુલાઈએ શરૂ થઈ રહેલા ઈંગ્લેન્ડ સામે રાશિખની સામે પ્રાભાતને ટીમમાં લીધો છે. રાશિદને ઉંમરના મામલામાં ખોટા સર્ટીફિકેટ આપવાના કારણે બે વર્ષ માટે બેન કરી દીધો છે.

આ પહેલા જમ્મુ તેમજ કશ્મીરમાં રાજ્ય સ્કૂલ શિક્ષા બોર્ડમાં રાજ્ય ક્રિકેટ સંઘને બતાવ્યું તુ કે, રાશિખે પોતાની ઉંમર સાચી બતાવવાની બાબતમાં છેડખાની કરી છે. જો કે આ બાબતનો ખુલાસો કરતા બીસીસીઆઈએ પણ જમ્મુ કશ્મીર ક્રિકેટ બોર્ડને પત્ર લખીને કહ્યું હતુ કે, રાશિખની ઉંમર આ બાબતે મેળ નથી ખાતી.

જો કે કશ્મીર ક્રિકેટ બોર્ડ આ અંગે કહ્યું હતુ કે રાશિખના મામલામાં ક્રિકેટ બોર્ડે ફરી તપાસ કરવી જોઈએ. જેથી રાશિખ ઈંગ્લેન્ડ સામે રમાવા જઈ રહેલી અંડર 19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેમાં ભારતની સાથે સાથે બાંગ્લાદેશની અંડર 19ની ટીમ પણ રમશે આ ત્રિકોણીય જંગ રમાશે.

જેથી કોઈ પણ એક્શન લેતા પહેલા વિચાર કરવા અંગે નિવેદન કશ્મીર બોર્ડ તરફથી કરવામાં આવ્યું હતું.

સર્વોચ્ચ અદાલત દ્વાર નક્કી કરવામાં આવેલી સમિતી દ્વારા ખેલાડીઓની પસંદગી પહેલા એવુંસ્પસ્ટ કરવામાં આવ્યું હતુ કે, કોઈ પણ ખેલાડી તેમની ઉંમરને લઈને છેડછાડ કરતા નજરે પડશે કે તે અંગેની જાણકારી મળશે તો અમે અઆ બાબતને આ ખેલાડીને બે વર્ષ માટે બેન કરીશું. જેમાં રાશિખની આ બબાત સામે આવતા આ નિર્ણય અંગે ચર્ચા ચાલી રહી છે.

To Top
Translate »