Latest News

આ ખેલાડીની કેપ્ટન્સીમાં રમ્યો હતો ટી-20 વર્લ્ડકપ, હવે કોચ બનતા જ મિસબાહે ટીમમાં ના આપી જગ્યા

પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર અને કોચ મિસબાહ ઉલ હકે શ્રીલંકા સામે રમાનારી લિમિટેડ ઓવરની ઘરેલુ સિરીઝ માટે ઉમર અકમલ અને અહમદ શહેજાદને સંભવિત ટીમમાં શામેલ કર્યા છે.

બીજી તરફ ટીમના સીનિયર અને અનુભવી ખેલાડી મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકને યાદીમાં જગ્યા નથી મળી. આ બન્નેને પીસીબીએ 12 ઓક્ટોબર સુધી કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાની પરવાનગી આપી છે.

સંભવિત ટીમ

સરફરાઝ અહેમદ (કેપ્ટન), બાબર આઝમ (વાઇસ કેપ્ટન), આબિદ અલી, ફહીમ અશરફ, અહમદ શહજાદ, આસિફ અલી, ફખર જમન, હારિસ સોહેલ, હસન અલી, ઇફઅતિખાર અહમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમિર, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાજ,મોહમ્મદ રિજવાન,શાદાબ ખાન, ઉમર અકમલ, ઉસ્માન શિનવારી અને વહાબ રિયાજ

To Top
Translate »