cricket

ભારતની મેચ પહેલા ઈમરાન ખાને પાકિસ્તાની ટીમને આપ્યો શાંતિનો સંદેશ

વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જુનના રોજ મેચ રમાશે જે કાંટે કી ટક્કરની જેમ સાબિત થશે. જે પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની ટીમના ખેલાડીઓને સીખ આપતા કહ્યું કે, તે મેચ સમયે ફક્ત ક્રિકેટ પર જ ફોકસ કરે.

વિશ્વ કપમાં ટીમ ઈંડિયા અને પાકિસ્તાન વચ્ચે થવા જઈ રહેલી મેચ પહેલા ઈમરાન ખાને ટીમને શાંતિનો સંદેશો આપી જણાવ્યું હતુ કે, ટીમ ફક્ત ક્રિકેટ પર જ ફોકસ કરે. ઈમરાને ટીમને વધુમાં કહ્યું કે, જૈસે કો તૈસા, એવી વિચાર શૈલી ના રાખો અને મેચ પર ફોકસ કરો. બન્ને ટીમ વચ્ચે મૈનચેસ્ટરમાં વિશ્વ કપનો લીગ મુકાબલો થશે. પાકિસ્તાન સરકારના એક સીનિયર અધિકારીએ મુંબઈ મિરરને કહ્યું હતુ કે, ઈમરાન ખાનને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. સરફરાજ અને તેમની ટીમ ભારતની વિકેટ પડવાનો અલગ રીતે જશ્ન મનાવવાનું ઈચ્છી રહી છે.

પાકિસ્તાની ટીમની આની પાછળ ભારતીય ટીમ તરફથી માર્ચમાં આર્મી કેપ પહેરવાનો જવાબ આપવાની મંશા હતી. જો કે ખુદ ક્રિકેટર રહેલા ઈમરાન ખાને ટીમને આવું કરવાની ના પાડી હતી. ટીમ ઈન્ડિયાએ રાંચીમાં ઓસ્ટ્રેલિયાનું સામે પુલવામાં શહીદ થયેલા જવાનોની યાદમાં સેનાની ટોપી પહેરી હતી. સીઆપીએફના જવાનોને શ્રદ્ધાંજલી માટે પહેરવામાં આવેલી આ ટોપી પર બીસીસીઆઈનો લોગો પણ હતો. જો કે પાકિસ્તાને આનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતુ કે, ટીમ ઈન્ડિયા રમતને અલગ રંગ આપી રહી છે.

જો કે રીયલમાં આ પ્રકારની બાબત માટે આઈસીસીની પરમિશન લેવી પડે છે અને તેના માટે અત્યારે નક્કી કરાએલો કોડ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદના મત મુજબ ટીમ પાકિસ્તાને આ માટે હજુ સુધી કોઈ પરમિશન નથી માંગી. જો કે માર્ચમાં ટીમ ઈન્ડિયાએ આ માટે બીસીસીઆઈએ આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી પરમિશન માંગી હતી. જો કે આફ્રિકાની સામે થયેલી મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા તેમાં આર્મીનો લોગો હતો. તેને પણ આઈસીસીએ હટાવવા માટેની અપિલ કરી છે.

ફેબ્રુઆરીમાં જમ્મુ-કશ્મીરમાં પુલવામાંથી સીઆરપીએફના કાફલા પર થયેલો આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલો મુકાબલો છે. જેને લઈને ક્રિકેટ પ્રસંગોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. જો કે હુમલો થયા પછી પાકિસ્તાન સામે મેચને બોયકોટ કરવાની માંગ થઈ હતી. પરંતુ આવું શક્ય બન્યું નહોતું.

To Top
Translate »