Off The Field

ODI World Cup: જાણો અત્યાર સુધીમાં કઇ-કઇ ટીમો બની ચૂકી છે ચેમ્પિયન

નવી દિલ્હીઃ વન-ડે ક્રિકેટનો મહાકુંભ ઇગ્લેન્ડમાં શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ટીમોની ફ્લાઇટ ઇગ્લેન્ડ રવાના થઇ ગઇ છે. વર્લ્ડકપ 30મેના રોજ શરૂ થઇ રહ્યો છે. જ્યારે ફાઇનલ મેચ 14 જૂલાઇના રોજ રમાશે. ભારતીય ટીમ સિવાય ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનવાની દાવેદાર ટીમો છે. ત્યારે અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં  વિજેતા બનેલી ટીમોની જાણકારી આપવામાં આવી છે.

વર્લ્ડકપ વિનરની લિસ્ટ પર નજર નાખ઼વામાં આવે તો ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ વન-ડે ટીમ ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે જેમાં 1999થી 2007 સુધી સતત ત્રણ જીત સામેલ છે. ભારતીય અને વેસ્ટ ઇન્ડિઝ ટીમે બે-બે વખત ચેમ્પિયન બની છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા એક-એક ચેમ્પિયન બની છે

વેસ્ટ ઇન્ડિઝે પ્રથમવાર 1975માં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. તેણે 1979માં બીજી વાર ટાઇટલ જીત્યુ હતું. તે સમયે તેણે ઇગ્લેન્ડને હરાવી હતી. ત્રીજા વર્લ્ડકપમાં કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વર્લ્ડકપ જીત્યો હતો. બાદમાં ટીમ ઇન્ડિયાએ 2011માં ધોનીની કેપ્ટનશીપમાં એકવાર ફરી વર્લ્ડકપ જીત્યો હતો.

પાકિસ્તાને 1992નો વર્લ્ડકપ જીત્યો જ્યારે શ્રીલંકાએ 1996માં ચેમ્પિયન બની હતી. નોંધનીય. છે કે અત્યાર સુધીમાં કુલ 11 વર્લ્ડકપ રમાઇ ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે ઇગ્લેન્ડ અત્યાર સુધીમાં એક પણ વર્લ્ડકપ જીતી શક્યું નથી. તે સિવાય ન્યૂઝિલેન્ડ અને સાઉથ આફ્રિકાના હાથ પણ ખાલી છે.

To Top
Translate »