Expert Comment

વિશ્વકપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ જ નહીં, ક્રિકેટની પણ થઈ ગઈ હાર

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં ઘણા લોકો ક્રિકેટની જીત બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં આ ક્રિકેટની હાર છે. આના કરતા વધારે હાસ્યાપદ વાત કોઇ બની જ ના શકે કે કોઇ મેચનો નિર્ણય એ આધાર પર કરવામાં આવે કે તેણે કેટલી સિક્સ અને ચોગ્ગા ફટકાર્યા છે. સુપર ઓવર સુધી જે મેચ ક્રિકેટના સહારે ચાલી તે પરિણામાં બિલકુલ તમાશો બની ગયો છે. આવનારા દિવસોમાં તમામ ટીમો એ પ્રયત્ન કરશે કે તેના રન જેટલા પણ બને તેમાં મોટો હિસ્સો ચોગ્ગા અને છગ્ગાનો હોય શું ખબર કોઇ સુપર ઓવરમમાં આ જીતની કસોટી બની જાય. વાસ્તવમાં આ નિયમમાં ક્રિકેટમાં જે રન શબ્દ છે જેના મહત્વને ખત્મ કરી દેવામાં આવ્યો છે. રન શબ્દ જ એટલા માટે બન્યો કે તે દોડીને લેવામાં આવે છે. કોઇ પણ મેચમાં એક અથવા ત્રણ રન દોડીને લેવામાં રોમાંચ છે. રનઆઉટની સંભાવના આ પ્રકારે બનતી હોય છે સિક્સ કે ચોગ્ગાથી નહીં.

માર્ટિન ગુપ્ટિલ એક શાનદાર થ્રોએ બે રન લેવાનો પ્રયાસ કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીની વિકેટ જ નહી પરંતુ ભારતના હાથમાંથી સેમિફાઇનલ મેચ છીનવી લીધી હતી. ફાઇનલમાં પોતે ગુપ્ટિલ બે રન લેવાના પ્રયાસમાં આઉટ થયો હતો પણ તેમ છતાં તે મેચને ટાઇ પર લઇ ગયો હતો. સારી અને મોટી ટીમો એક એક રન બનાવવામાં જોર આપે છે. તેમને ખ્યાલ છે કે સિક્સ અને ચોગ્ગા સહાયકની ભૂમિકા જેવા છે અથવા એક-એક રન લેતા આંખો સેટ થઇ જાય અને ખેલમાં બોલરો હતાશ થઇ જાય ત્યારે ચોગ્ગા અને છગ્ગાનો વારો આવે છે. પરંતુ આ નિયમે અચાનક રનનું મહત્વ ખત્મ કરી દીધું છે. તમે ચોગ્ગા છગ્ગા લગાવો અને બાદમાં વિજેતા બની જાઓ. પૂછવામાં આવી શકે છે કે કોઇ સુપર ઓવરમાં જો બંન્ને ટીમોને સ્કોર બરોબર થઇ જાય તો ક્યા આધારે નિર્ણય કરવામાં આવે. તેનો એક જવાબ તો એ પણ છે કે જે ટીમે ઓછી વિકેટ ગુમાવી હોય તેને વિજેતા જાહેર કરવો જોઇએ. આખરે ક્રિકેટમાં બોલ અને બેટનો સંઘર્ષ જ હોય છે. તેમાં રન બનાવવાની અને વિકેટ લેવાનું મહત્વ છે. જો તમે રનના મામલામાં બરોબર થઇ જાવ છો પરંતુ જો તમે વિકેટ બચાવી છે તો તમને વિજેતા માની લેવામાં આવવા જોઇએ

ફાઇનલમાં જો આ માપદંડ હોત તો ન્યૂઝીલેન્ડ જીતતું કારણ કે ન્યૂઝીલેન્ડે આઠ વિકેટ ગુમાવી હોત જ્યારે ઇગ્લેન્ડ ઓલઆઉટ થઇ ચૂક્યુ હતું. જો તમે એવો નિયમ પણ બનાવી શકો છો કે સુપર ઓવરમાં કઇ ટીમે કેટલા રન બનાવ્યા અને કેટલી વિકેટ ગુમાવી એવી હાલતમાં ઇગ્લેન્ડ જીત્યું હોત કારણ કે તેણે કોઇ વિકેટ નહોતી ગુમાવી પરંતુ જો આખી મેચ અને સુપર ઓવરના રનો અને વિકેટોને જોડીને જોવામાં આવે તો તે ઉચિત હતું કારણ કે ફક્ત સુપર ઓવરનો નિર્ણય ક્યા આધાર પર ઠીક છે ત્યારે તો ન્યૂઝીલેન્ડ બાજી મારી દીધી હોત. વર્લ્ડકપની ફાઇનલ વાસ્તવમાં ન્યૂઝીલેન્ડે જીતી હતી. તે ઓછામાં ઓછી એક નિયમનો ભોગ બનવું પડ્યું હોત. જ્યારે ઇગ્લેન્ડની ઇનિંગની અંતિમ ઓવરના ચોથા બોલ પર છ રન બની ગયા હતા. માનવામાં આવે છે કે ક્રિકેટ જે અનિશ્વિતતાઓની રમત છે તેમાં એમ પણ સંભવ છે કે કોઇ બોલ કોઇ બેટ્સમેનના શરીરને ટકરાઇને બાઉન્ડ્રી પાર કરી જાય તો બેટ્સમેનને વધારાના રન મળે છે. પરંતુ સુપર ઓવર બાદ સિક્સ અને ચોગ્ગા પર મેચનો નિર્ણય કોઇ તર્ક નથી બનતો. કલ્પના કરો કે જો બંન્ને ટીમોના ચોગ્ગા સમાન હોય તો તમે શું કરશો. તો તમે તે ટીમોના છગ્ગા પર નિર્ણય કરશો. જો છગ્ગા પણ સમાન હોય તો શું કરશો. આ સવાલ પર ટ્વિટર પર ખૂબ મજાક જવાબ આપવામાં આવ્યા હતા. અમારા એક મિત્ર ફિરોજ મુઝફ્ફરે ટિપ્પણી કરી હતી કે શું તમે એ વાત પર નિર્ણય કરશો કે ક્યો ખેલાડ઼ી સવારે કેટલા ઇંડા થાય છે. લેખક અને સાંસ્કૃતિક કાર્યકર્તા હિમાશુ પંડ્યાએ ટ્વિટ કર્યું કે, નિર્ણય તો એ વાત પણ હોઇ શકે છે કે ખેલાડીના ડાબા ગાલ પર કેટલા તલ છે.

To Top
For More News Click Here
Translate »