Latest News

ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ ટી-20માં 80 રને હરાવ્યું

ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી-20 મેચમાં ભારતને 80 રને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 139 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ ગયુ છે.

ભારતની સૌથી મોટી હાર

ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ટીમ સઇફર્ટે 43 બોલમાં 6 સિક્સર અને 7 ફોરની મદદથી આક્રમક 84 રન બનાવ્યા હતા. જ્યારે કોલિન મુનરોએ 34 રન, કેન વિલિયમસને 34, રોસ ટેલરે 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 2, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, કૃણાલ પંડ્યા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતીય ટીમમાંથી માત્ર 4 ખેલાડી જ 2 અંક સુધી પહોચી શક્યા હતા. રોહિત શર્મા (1), શિખર ધવન (29), વિજય શંકર (27), રિષભ પંત (4), એમએસ ધોની (39), દિનેશ કાર્તિક (5), હાર્દિક પંડ્યા (4), કૃણાલ પંડ્યા (20) રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ સૌથી વધુ 3, લુકી ફર્ગ્યુસન, મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીએ 2-2 વિકેટ જ્યારે મીશેલને એક સફળતા મળી હતી.

To Top