Latest News

બોલ્ટની 5 વિકેટ, ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું

ન્યૂઝીલેન્ડે ચોથી વન ડે મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 92 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી.

ભારતનો પરાજય

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા (7), શિખર ધવન (13), શુભમન ગિલ (9), અંબાતી રાયુડૂ(0),દિનેશ કાર્તિક (0), કેદાર જાધવ (1), હાર્દિક પંડ્યા (16), ભૂવનેશ્વર કુમાર (1), કુલદીપ યાદવ (15), યુઝવેન્દ્ર ચહલ (18*), ખલીલ અહેમદ (5) રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 5, ગ્રાન્ડહોમે 3 વિકેટ જ્યારે એસ્ટલ અને નિશમે 1-1 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ (14) અને કેન વિલિયમન (11) રને ભૂવનેશ્વર કુમારનો શિકાર બન્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નીકોલસ (અણનમ 30) અને રોસ ટેલર (અણનમ 37) રન બનાવ્યા હતા. પાંચ મેચની વન ડે સિરીઝમાં ભારત 3-1થી આગળ છે.

To Top