Latest News

ન્યૂઝીલેન્ડે ત્રીજી ટી-20માં ભારતને 4 રને હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી

ન્યૂઝીલેન્ડે ભારતને ત્રણ મેચની ટી-20 સિરીઝની અંતિમ મેચમાં 4 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ બનાવી શક્યુ હતું. ભારત તરફથી વિજય શંકરે 43 અને કેપ્ટન રોહિત શર્માએ 38 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનર અને ડેરિલ મિશેલે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારતનો પરાજય

ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સેફર્ટે 43, કોલિન મુનરો 73,કેન વિલિયમસન 27, ડી ગ્રાન્ડહોમ 30,મિશેલ 19 અને રોસ ટેલર 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 2 જ્યારે ખલીલ અહેમદ અને ભૂવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી શિખર ધવન 5, રોહિત શર્મા 38,વિજય શંકર 43,રિષભ પંત 28, હાર્દિક પંડ્યા 21,એમએસ ધોની 2, દિનેશ કાર્તિક અણનમ 33, કૃણાલ પંડ્યાએ અણનમ 26 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવી 208 રન જ બનાવી શકી હતી. મેચમાં શાનદાર રમત રમનારા કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ જ્યારે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા સેફર્ટને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

To Top