cricket

બરોડાની થનારી ‘વહુ’ બિકીની લૂકમાં લાગી રહી છે જોરદાર, Viral Pics

ફિલ્મ જગત અને ક્રિકેટને વરસો જુનો સંબંધ છે. ક્રિકેટર હાર્દિક પંડયા પણ અભિનેત્રીઓ સાથેના રોમાન્સથી ચર્ચામાં હતો. પરંતુ હવે તેણે અભિનેત્રી ડાન્સર અને મોડેલ નતાશા સાથે સગપણ કરી લીધું છે. આ પહેલા નતાશાનું નામ એકટર અલી ગોની સાથે જોડાયું હતું.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરીના રોજ દુબઈમાં સમુદ્ર વચ્ચે નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી.

હવે આજે નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં નતાશા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

એનિમલ પ્રિન્ટેડ મોનોકનીમાં નતાશા ખૂબ જ ખુબસુરત અને હૉટ લાગે છે. આ સાથે જ નતાશાએ બ્લેક સનગ્લાસ પણ પહેર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નતાશા અને હાર્દિકની મુલાકાત મુંબઈમાં એક નાઈટ ક્લબમાં થઈ હતી. જે બાદ બન્ને જણા એકબીજાને અવારનવાર મળતા રહ્યા.

જે બાદ બન્નેના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. નતાશા ક્રિકેટ પાર્ટીમાં પણ હાર્દિક સાથે જોવા મળે છે.

નતાશા સ્ટોનકોવિક એક સર્બિયન મોડલ છે અને તે બોલિવૂડમાં કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. નતાશાને રૈપર બાદશાહના ગીત “ડીજે વાલે બાબૂ” ગીતથી ઘણી જ પ્રસિદ્ધી મળી હતી.

આ ઉપરાંત નતાશા સત્યાગ્રહ, એક્શન જેક્શન, ઝીરો અને ફ્રાઈડે જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. આ સિવાય “બિગ બૉસ-2” અને “નચ બલિયે-8”માં પણ ભાગ લઈ ચૂકી છે.

To Top
Translate »