Off The Field

જ્યારે મેદાન પર ધોનીએ કહ્યું- આ બૉલ લઇ લો નહી તો લોકો કહેશે રિટાયરમેન્ટ લઇ રહ્યો છું

ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડે મેચમાં જીત બાદ ધોનીએ બોલ પોતાની પાસે રાખી લીધો હતો. જ્યારે ધોની મેદાન પર પોતાના સાથી ખેલાડીઓ સાથે હાથ મીલાવી રહ્યો હતો ત્યારે તેને આ બોલને બેટિંગ કોચ સંજય બાંગરને આપી દીધો હતો.ધોનીએ બોલ આપતા કહ્યું, આ બોલ લઇ લો નહી તો લોકો કહેશે કે હું સંન્યાસ લઇ રહ્યો છું.

ધોની બન્યો હતો પ્લેયર ઓફ ધ સિરીઝ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એમએસ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ધોનીએ ત્રીજી વન ડે મેચમાં અણનમ 87 રનની ઇનિંગ્સ રમી હતી. ધોનીને આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ધોની પેવેલિયન પરત ફરતો હતો ત્યારે તેને બોલને પોતાની પાસે રાખી લીધો હતો. તે બાદ જ્યારે સંજય બાંગર આવ્યા ત્યારે તેમને તે બોલ આપી દીધો હતો. આ દરમિયાન ધોની સંજય બાંગરને બોલ પકડાવતો નજરે પડ્યો હતો અને તેમણે કઇક કહી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

To Top