IPL

એમએસ ધોનીની CSK ફરી વિવાદમાં, 300 કરોડના રોકાણની તપાસ કરશે ઇડી

એમએસ ધોનીની આગેવાની ધરાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ ફરી વિવાદમાં છે. ઇડીએ મની લોન્ડ્રિંગ તપાસમાં જાણવા મળ્યુ કે ઇન્ડિયા સીમેન્ટ્સના સ્વામિત્વ ધરાવતી ચેન્નાઇ સુપરકિંગ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ (IL&FS)એ 300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે સ્પોટ ફિક્સિંગ મામલે દોષી થયા બાદ ચેન્નાઇ સુપરકિંગ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ કારણ આઇપીએલ 2016 અને 2017 સીઝનમાં આ ટીમ ભાગ લઇ શકી નહતી. 300 કરોડ રૂપિયાના રોકાણની વાત સામે આવતા ચેન્નાઇ સુપરકિંગ્સ ફરી વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયસ સર્વિસે 2018માં ચેન્નાઇ સુપરકિંગ્સમાં આ રોકાણ કર્યુ હતું. આટલી મોટી રકમ પાછળ કંપનીનો શું ઉદ્દેશ્ય હતો, ઇડી હવે તેના કારણ શોધી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસમાં ચેન્નાઇ સુપરકિંગ્સ ફ્રેન્ચાઇઝીને આ મામલે પૂછપરછ કરવામાં આવી શકે છે.ઇડી આ મામલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસેજ સાથે પણ પૂછપરછ કરી શકે છે.

તપાસની વાત સામે આવ્યા બાદ અત્યાર સુધી ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. ફ્રેન્ચાઇઝીની દલીલ છે કે ઇડીએ આ મામલે અત્યાર સુધી કોઇ પૂછપરછ કરી નથી.

દિલ્હીનું ફિરોજ શાહ સ્ટેડિયમ હવે અરૂણ જેટલીના નામે ઓળખાશે

 

To Top
Translate »