Latest News

ધોનીએ ખોલ્યુ પોતાનું પોસ્ટ રિટાયરમેન્ટ સીક્રેટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીનો આ અંતિમ વર્લ્ડકપ હશે. આ વચ્ચે એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ વાત સાબિત થઇ ગઇ છે. આ વીડિયો ધોનીના પોસ્ટ રિટાયરમેન્ટ પ્લાનનો છે.

ધોની લેશે વર્લ્ડકપ પછી સંન્યાસ

ધોનીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર હેશટેગ WhyDhoniWhy સાથે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધોનીએ પોતાના પોસ્ટ રિટાયરમેન્ટ પ્લાન વિશે વાત કરતા કહ્યું, તે બાળપણમાં આર્ટિસ્ટ એટલે કે કલાકાર બનવા માંગતો હતો. ધોનીએ આ સાથે એમ પણ કહ્યું કે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે પોતાની કલાના પ્રદર્શનનું આયોજન પણ કરશે.જોકે, એમ સ્પષ્ટ નથી કે ધોનીએ આ વીડિયો મજાકમાં બનાવ્યો છે કે પછી સાચે જ પોતાના રિટાયરમેન્ટ પ્લાનમાં આ વસ્તુ જોડશે. ધોનીની કલાને જોઇને લાગે છે કે તે મજાક જ કરી રહ્યો છે.

વર્લ્ડકપ 2019માં ધોની વિરાટ કોહલી સાથે ભારતને ત્રીજો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ધોની પાસે ત્રણ વર્લ્ડકપ રમવાનો અનુભવ છે અને આ વખતે ભારત પાસે ઘણી સંતુલિત ટીમ પણ છે, આશા છે કે વિરાટ કોહલીની કેપ્ટન્સી અને ધોનીની ચપળતાની મદદથી ભારત આ વર્લ્ડકપ જીતે.

To Top
Translate »