Latest News

રોહિત શર્મા-ધોની સહિતના ખેલાડી ઓસ્ટ્રેલિયા રવાના થયા, વન ડે શ્રેણી રમશે

ઓસ્ટ્રેલિયા સામે 2-1થી ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ 12 જાન્યુઆરીથી ત્રણ મેચની વન ડે શ્રેણી રમશે. વન ડે માટે ભારતના એમેસ ધોની, શિખર ધવન, રોહિત શર્મા સહિતના ખેલાડી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા.

આ ખેલાડી થયા રવાના

ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી માટે રોહિત શર્મા, એમએસ ધોની, કેદાર જાધવ, અંબાતી રાયુડૂ, ખલીલ અહેમદ, ઓસ્ટ્રેલિયા રવાના થયા હતા. ખલીલ અહેમદે ધોની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

વન ડે શ્રેણીનો કાર્યક્રમ

12 જાન્યુઆરી: સિડનીમાં પ્રથમ વન ડે (સવારે 8:50)
15 જાન્યુઆરી: એડિલેડમાં બીજી વન ડે (સવારે 9:50)
18 જાન્યુઆરી: મેલબોર્નમાં ત્રીજી વન ડે (સવારે 8:50)

ઓસ્ટ્રેલિયા સામે વન ડે માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ, મોહમ્મદ શમી

To Top