IPL

MS Dhoni ક્રિકેટના મેદાનમાં કરશે વાપસી, 29 ફેબ્રુઆરીએ IPL ટીમ સાથે જોડાશે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) જલ્દી મેદાન પર બેટ પકડેલો નજરે પડશે. ટીમ ઇન્ડિયામાંથી (Team India) બહાર રહેલા ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા તૈયારી માટે ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 29 ફેબ્રુઆરીએ ચેન્નાઇ પહોચશે અને 1 માર્ચથી ટીમ સાથે ટ્રેનિંગ કરશે.

નવભારત ટાઇમ્સના સમાચાર અનુસાર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) આ મહિને 29 તારીખે ચેન્નાઇ (Chennai) પહોચશે. અહી તે ચેન્નાઇ સુપરકિંગ્સની (Chennai Superkings) ટીમ સાથે પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. આઇપીએલ 2020ની (IPL 2020) તૈયારી માટે ધોનીએ આ નિર્ણય લીધો છે.

ભારતીય ક્રિકેટ ફેન્સ પોતાના પૂર્વ કેપ્ટન ધોનીને મેદાન પર ફરી જોવા માટે આતુર છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા ICC વર્લ્ડકપની સેમિ ફાઇલ બાદથી ધોનીએ ભારત માટે કોઇ પણ મેચ રમી નથી. IPL2020 તેની માટે મહત્વનો છે. કહેવામાં આવી રહ્યુ છે કે ધોની આ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શન બાદ તે નક્કી કરશે કે આગળ રમવુ છે કે નથી રમવુ.

સાત મહિનાથી ક્રિકેટ નથી રમ્યો ધોની

ICC વર્લ્ડકપ સેમિ ફાઇનલ જુલાઇમાં રમાઇ હતી અને આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધાને સાત મહિના જેટલો સમય વિતી ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલમાં મળેલી હાર બાદથી જ ધોનીએ ટીમ ઇન્ડિયા (Indian Cricket Team) માટે કોઇ મેચ રમી નથી. ભારતે વર્લ્ડકપ(Worldcup 2019) બાદ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કર્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાની કરી હતી. આ દરમિયાન ધોનીની વાપસીની વાતો તો થઇ પરંતુ તેનું નામ ટીમમાં સામેલ કરવામાં આવ્યુ નહતું.

BCCIએ વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી કર્યો બહાર

આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટમાંથી એમએસ ધોનીને બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. BCCIના આ નિર્ણય બાદથી જ મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે.

 

એમએસ ધોનીની ક્રિકેટ કરિયર

મહેન્દ્રસિંહ ધોનીએ 190 IPL મેચમાં 4432 રન બનાવ્યા છે. ધોનીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન છે. ધોનીએ આઇપીએલમાં 23 અડધી સદી ફટકારી છે. જ્યારે 209 સિક્સર અને 297 ફોર ફટકારી છે.

To Top
Translate »