Latest News

‘મને લાગ્યુ કે હું અમિતાભ બચ્ચન છું’, મોહમ્મદ કૈફે નેટવેસ્ટ ટ્રોફીની જીતને કરી યાદ

ભારતીય ક્રિકેટ ટીમે 13 જુલાઇ 2002ના રોજ નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઐતિહાસીક જીત મેળવી હતી. તે મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલકનીમાં પોતાની ટી-શર્ટ ઉતારી દીધી હતી. તે મેચમાં યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ જેવા યુવા ખેલાડી હીરો બન્યા હતા. કૈફે તે જીતને યાદ કરીને કહ્યું કે, તેને એક વખત લાગ્યુ કે તે અમિતાભ બચ્ચન છે.

મોહમ્મદ કૈફે ધ ઇન્ડિયન એક્સપ્રેસ માટે એક કોલમ લખી છે જેમાં તેને જણાવ્યુ કે તેને લાગ્યુ કે તે અમિતાભ બચ્ચન છે. કૈફ એ કહ્યું કે ફાઇનલ જીત્યા બાદ ભારતમાં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું. કૈફ એ કહ્યું, મને એક ખાસ તસવીર યાદ છે, જ્યારે હું ઇલાહાબાદ આવ્યો હતો તો મને ખુલ્લી જીપમાં શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. મારા ઘરની પાંચ-છ કિલોમીટરની સફર કરવામાં મને આશરે ત્રણ-ચાર કલાકનો સમય લાગ્યો હતો.

મોહમ્મદ કૈફે આગળ જણાવ્યુ, લોકો રોડના બન્ને કિનારે લાઇન લગાવીને ઉભા હતા. તે નારા લગાવી રહ્યા હતા. તમામના ચહેરા પર ખુશી હતી. જ્યારે હું નાનો હતો ત્યારે મે અમિતાભ બચ્ચનને ચૂંટણી જીત્યા બાદ પોતાના ગૃહ નગર (ઇલાહાબાદ)માં આ રીતે ખાલી જીપમાં ફરતા જોયા હતા. તે દિવસે મને એવુ લાગ્યુ કે જેમ હું અમિતાભ બચ્ચન છું. તે મેચમાં ભારતીય ટીમને 326 રનનો પડકાર મળ્યો હતો. વિરેન્દ્ર સેહવાગ 45 અને સૌરવ ગાંગુલીએ 60 રન બનાવ્યા હતા.

દિનેશ મોગિંયા 9 અને સચિન તેંડુલકરે 14 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 5 રન બનાવ્યા હતા. તે બાદ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે ઇનિંગ્સને સંભાળી હતી. યુવરાજ સિંહ 63 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતો, તેણે 9 ફોર અને એક સિક્સર ફટકારી હતી. કૈફે તે બાદ હરભજન સિંહ સાથે 47 રનની ભાગીદારી કરી હતી. હરભજને 13 બોલમાં 15 રનની ઇનિંગ્સ રમી હતી. તે બાદ અનિલ કુંબલે ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઇ ગયા હતા. કૈફે તે બાદ ઝહિર ખાન સાથે મળીને અણનમ 12 રનની ભાગીદારી કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. મોહમ્મદ કૈફે 109 બોલમાં અણનમ 87 રન બનાવ્યા હતા. મોહમ્દમ કૈફે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

To Top
Translate »