Latest News

હું દેશ માટે વર્લ્ડકપ જીતવા માંગતી હતી, મને અપમાનિત કરવામાં આવી- મિતાલી રાજ

ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની બહાર કરવામાં આવ્યા બાદ મિતાલી રાજ હવે સામે આવી છે. મિતાલી રાજે બીસીસીઆઇને એક લેટર લખ્યો છે જેમાં તેને ટીમના કોચ રમેશ પવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. મિતાલીનું કહેવુ છે કે કોચે મને અપમાનિત કરી હતી. આ સિવાય મિતાલી રાજે બીસીસીઆઇની પ્રશાસક સમિતીની સભ્ય ડાયના ઇડુલજી પર પણ સંગીન આરોપ લગાવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના આ અનુભવી ખેલાડીની માનીએ તો ડાયના તેની સાથે ભેદભાવ કરતી હતી, તેને બરબાદ કરવા માંગતી હતી.

મિતાલીએ લખ્યો લેટર

મિતાલીએ બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી અને ક્રિકેટ સંચાલન મહાપ્રબંધક સબા કરીમને એક પત્ર લખ્યો છે. પત્રમાં મિતાલીએ પોતાની આપવીતી જણાવી છે. મિતાલીએ લખ્યુ, 20 વરસની લાંબી કરિયરમાં પ્રથમ વખત હું અપમાનિત થઇ છું, મારે એમ વિચારવા પર મજબૂર થવુ પડ્યુ કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં રહેલા કેટલાક લોકો માટે છે કે નહી તે મારો આત્મવિશ્વાસ પૂર્ણ કરવા માંગે છે.’ મિતાલીએ કહ્યું, ‘હું ટી-20 કેપ્ટન હરમનપ્રિત વિરૂદ્ધ કઇ કહેવા માંગતી નથી પરંતુ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી મને દુખ થયુ છે.’મિતાલીએ કહ્યું, “હું દેશ માટે વર્લ્ડકપ જીતવા માંગતી હતી, મને દુખ છે કે અમે સુવર્ણ તક ગુમાવી દીધી”

મિતાલીએ ડાયના ઇડુલજીને પણ લીધી આડેહાથ

મિતાલી રાજે ભારતની પૂર્વ કેપ્ટન ડાયના ઇડુલજીને પણ આડે હાથ લીધી હતી જેને બહાર રાખવાના નિર્ણયનું સમર્થન કર્યુ હતું. મિતાલીએ કહ્યું, ‘ મે હંમેશા ડાયના ઇડુલજી પર વિશ્વાસ બતાવ્યો અને તેમનું સન્માન કર્યુ, મે ક્યારેય એમ નહતું વિચાર્યુ કે મારી વિરૂદ્ધ પોતાના પદનો દુરૂપયોગ કરશે. ખાસ કરીને ત્યારે જ્યારે વેસ્ટ ઇન્ડીઝમાં જે કઇ મારી સાથે થયુ, હું તેમને જણાવી ચુકી હતી.’ મિતાલીએ કહ્યું, ‘મને સેમિ ફાઇનલમાંથી બહાર રાખવાના નિર્ણયનું તેમના સમર્થનથી હું ઘણી દુખી છું કારણ કે તેમને અસલીયત ખબર હતી.’ પવાર વિશે કહ્યું કે આવી કેટલીક ઘટના થઇ જ્યારે તેને અપમાનિત કરવામાં આવી હતી. મિતાલીએ કહ્યું, ‘જો હું આસપાસ બેઠી છું તો તે ત્યાંથી નીકળી જતા હતા અને બીજાને નેટ પર બેટિંગ કરતા સમય આપતા હતા પરંતુ હું બેટિંગ કરી રહી છુ તો તે ત્યાં ઉભા રહેતા નહતા, હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોન જોવા લાગતા અથવા ચાલતા બનતા હતા.’ આ ઘણુ અપમાનજનક હતું અને બધા જોઇ રહ્યાં હતા કે મને અપમાનિત કરવામાં આવી રહી છે, તેમ છતાં હું ગુસ્સે થઇ નહતી.’

To Top
Translate »