Latest News

માઇક ટાયસન 15 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં કરી રહ્યો છે વાપસી, આ છે કારણ

માઇક ટાયસન બોક્સિંગની દુનિયામાં વાપસી કરી રહ્યો છે. ટાયસનના મુક્કા ફરી એક વખત ફેન્સને જોવા મળશે. એક તરફ દુનિયા કોવિડ19 સામે મુકાબલો કરી રહી છે બીજી તરફ ટાયસન 15 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં વાપસી કરવાનો છે. ટાયસને પોતાના ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા લખ્યુ, ‘હું વાપસી કરી રહ્યો છું.’

બોક્સિંગની દુનિયામાં 80ના દાયકામાં રાજ કરનારા હેવીવેટ બોક્સર માઇક ટાયસન ચેરિટી માટે બોક્સિંગ રિંગમાં ઉતરશે. 53 વર્ષના ટાયસને ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

ટાયસન ચેરિટી માટે પૈસા ભેગા કરવા માંગે છે. તે આ પૈસાથી બેઘર લોકોની મદદ કરશે. ચેરિટી મેચ માટે ટાયસન સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે. ટાયસને પોતાનો અંતિમ મુકાબલો 2005માં કેવિન મેકબ્રાઇડ વિરૂદ્ધ રમ્યો હતો. હાર સાથે જ પોતાના 20 વર્ષના કરિયરને ટાયસને ખતમ કરવો પડ્યો હતો.

માઇક ટાયસનનું પ્રોફેશનલ બોક્સિંગ કરિયરનો અનુભવ શાનદાર રહ્યો છે. તે કુલ 58 ફાઇટમાં ઉતર્યો છે અને 50માં જીત મેળવી છે, જેમાં 44 નોકઆઉટ જીત પણ સામેલ છે, 6માં તેને હાર મળી છે જ્યારે 2 મુકાબલામાં તે લડ્યો નથી. ટાયસનની કરિયર હંમેશા વિવાદમાં રહી છે. કરિયરના અંતિમ દિવસોમાં તે વિરોધી બોક્સરને હરાવવા માટે રિંગમાં દરેક રીત અપનાવવા લાગ્યો હતો.

ભલે ટાયસન વિવાદમાં રહ્યો હોય પરંતુ તેણે ઓલ ટાઇમ ગ્રેટ બોક્સર કહેવામાં આવે છે. ટાયસને 1986માં 20 વર્ષની ઉંમરમાં ટ્રેવર બેબરિકનો રેકોર્ડ તોડી વિશ્વના સૌથી યુવા હેવીવેટ ચેમ્પિયન હોવાનો રેકોર્ડ દર્જ કરાવ્યો હતો, જે આજે પણ તૂટ્યો નથી.

જુલાઇ 1991માં પોલીસે ટાયસનની ધરપકડ કરી હતી. ઇન્ડિયાનાપોલીસની કોર્ટે 10 ફેબ્રુઆરી 1992ના રોજ તેને ગુનેગાર જાહેર કર્યો. જોકે ટાયસનનું કહેવું હતું કે તે વખતે જે થયું તે બંનેની સહમતિથી થયું હતું. જેલમાં ટાયસને ઇસ્લામ ધર્મ કબૂલ્યો. ત્રણ વર્ષની સજા વિતાવ્યા પછી તેને 1995માં છોડી મુકાયો. તે પછી ટાયસને વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપનો ખિતાબ ફરીથી જીત્યો પરંતુ 1996માં હોલીફિલ્ડ સામે હાર્યો.

માઇક ટાયસનના ટોપ-10 બેસ્ટ નોકઆઉટના વીડિયો તમને અહી જોવા મળી શકે છે. માઇક ટાયસનની ફાઇટના વીડિયો જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે તે કેટલો મહાન છે.

To Top
Translate »