Expert Comment

ટેસ્ટ કેપ મેળવી ઇમોશનલ થયો મયંક અગ્રવાલ, કહ્યું- તેને હંમેશા સંભાળીને રાખીશ

મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં મેલબોર્નના ઐતિહાસીક સ્ટેડિયમમાં ડેબ્યૂ કર્યુ હતું. મયંક અગ્રવાલ ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર 295મો ક્રિકેટર બન્યો હતો. મયંક અગ્રવાલે ડેબ્યૂ ટેસ્ટમાં 76 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલ ટેસ્ટ કેપ મેળવી ઇમોશનલ થઇ ગયો હતો.

મયંક અગ્રવાલ થયો ઇમોશનલ

મયંક અગ્રવાલે કહ્યું ભાવનાઓને કાબુમાં રાખીને એકાગ્રતા બનાવી રાખવી આસાન નહતી પરંતુ આવુ કરવાની જરૂર હતી. હું પોતાની યોજનાઓ પર કામ કરી રહ્યો હતો અને ખુદને કહી રહ્યો હતો કે મારે એક યોજના લાગુ કરવી છે. આ મોટો પ્રસંગ હતો અને મે જેવી શરૂઆત કરી તેનાથી ખુશ છું.

અગ્રવાલને સીનિયર ખેલાડીઓએ ડેબ્યૂ ટેસ્ટમાં છાપ છોડવાની શુભેચ્છા પાઠવી હતી. મયંક અગ્રવાલે કહ્યું, આ મોટો મંચ છે, સીનિયર ખેલાડી મારી પાસે આવ્યા અને કહ્યું કે જેટલો મોટો દિવસ હોય છે, છાપ છોડવાનો એટલી મોટી તક પણ હોય છે. અગ્રવાલ ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર માત્ર સાતમો ભારતીય ઓપનર બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં ડેબ્યૂ કરતા ભારતીય બેટ્સમેનનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

To Top