Latest News

ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ લીધો સંન્યાસ

પાંચ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન મારિયા શારાપોવાએ (Maria Sharapova) પ્રોફેશનલ ટેનિસમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. મારિયાએ 32 વર્ષની ઉંમરમાં ટેનિસમાંથી સંન્યાસનો નિર્ણય લીધો છે. મારિયા શારાપોવાએ પોતાના સંન્યાસની જાહેરાત કરતા કહ્યુ, ‘હવે તમે ટેનિસ વગર કેવી રીતે જીવન જીવશો, જ્યારે અત્યાર સુધી તમને ટેનિસ માટે જ ઓળખવામાં આવતા હતા. જ્યારે તમે એક નાની બાળકી હતા ત્યારથી તમે ટેનિસ કોર્ટ પર જ રહી છો. ટેનિસે જ તમને ખુશી અને આંસૂ આપ્યા. એક એવી રમત જેમાં તમને પુરો પરિવાર મળ્યો, ઘણા ફેન્સ મળ્યા. તમે પોતાની પાછળ 28 વર્ષની કરિયરને છોડીને જઇ રહી છો, હું તેની માટે નવી છું તો કૃપયા મને માફ કરો.’

‘વોગ અને વેનિટી ફેયર’ મેગેઝિનમાં મારિયાએ લખ્યુ, ટેનિસ- હવે હું તમને ગુડબાય કહું છું, મારિયા શારાપોવા 17 વર્ષની ઉંમરમાં રાતોરાત સ્ટાર બની ગઇ હતી જ્યારે તે 2004માં વિમ્બલડન ચેમ્પિયન બની હતી. મારિયા શારાપોવાએ 2008માં 20 વર્ષી ઉંમરમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો, તેણે 2012 અને 2014માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે.

મારિયા શારાપોવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ના જાણનારા નિવેદનને ઘણી ચર્ચામાં રહી હતી, તેના સચિનને ના ઓળખવાના નિવેદનની ટિકા થઇ હતી. મારિયા શારાપોવા 2005 અને 2008માં સૌથી વધુ વખત સર્ચને જાણનારી સ્પોર્ટ્સ પર્સનાલિટી રહી હતી.

મારિયા શારાપોવા પોતાની કરિયરમાં સતત ઇજા સામે ઝઝુમતી રહી છે, તેણે દરેક વર્ષ 2003માં 2015 સુધી ઓછામાં ઓછા એક સિંગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આવો રેકોર્ડ માત્ર સ્ટેફી ગ્રાફ, માર્ટિન નવરાતિલોવા અને કિર્સ એવર્ટના નામે દર્જ છે.

2012 અને 2014માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતનારી શારાપોવાએ ડ્રગ્સ મામલે 15 મહિનાના પ્રતિબંધ બાદ એપ્રિલ 2017માં કોર્ટ પર વાપસી કરી હતી, તેણે 2016 ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત ડ્રગ્સ મેલ્ડોનિયમના ઉપયોગની દોષી હતી. તે બાદ આંતરરાષ્ટ્રિય ટેનિસ સંઘે તેની પર પ્રતિબંધ લગાવી સ્પર્ધામાં ટેનિસ રમવા પર રોક લગાવી દીધી હતી.

To Top
Translate »