Latest News

મનિષ પાંડેની દુલ્હન બનશે આ સુંદર એક્ટ્રેસ, લગ્નની ડેટ થઇ ફાઇનલ

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડે (Manish Pandey) પોતાની નવી લાઇફ શરૂ કરવા જઇ રહ્યો છે. મનિષ પાંડેને પોતાનો જીવનસાથી મળી ગયો છે. ટેલેન્ટેડ ક્રિકેટરના રૂપમાં ઉભરેલા મનિષ પાંડે લગ્ન કરવા જઇ રહ્યો છે. આ વાતની જાહેરાત થઇ ગઇ છે. મનિષ પાંડેની પત્ની એક સુંદર એક્ટ્રેસ બનવા જઇ રહી છે.

30 વર્ષીય મનિષ પાંડે (Manish Pandey) એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનો છે. મનિષ પાંડેના લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે બેટ્સમેન મનિષ પાંડે અત્યારે વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે. આ પહેલા તે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ભારતીય ટીમની સાથે હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકા (South Africa) વિરૂદ્ધ ટી-20 ટીમનો ભાગ હતો.

અશ્રિતા બનશે મનિષ પાંડેની દુલ્હન

આઇપીએલમાં સૌ પ્રથમ સદી ફટકારનારા મનિષ પાંડે આ વર્ષે 2 ડિસેમ્બરે મુંબઇમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. ઘણા સમયથી અફવા ચાલતી હતી કે અશ્રિતા અને મનિષ પાંડે વચ્ચે રિલેશનશિપ છે પરંતુ હવે આ રીતના સમાચાર પરથી પરદો ઉઠી ગયો છે, કારણ કે આ બન્નેના લગ્નની ઓફિશિયલ જાહેરાત થઇ ગયો છે.

અશ્રિતા શેટ્ટી (Ashrita shetty) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મોટો ચહેરો બની ચુકી છે. 26 વર્ષીય અશ્રિતા સાઉથની મોટી ફિલ્મ Indrajith, Oru Kanniyum Moonu Kalavaanikalum અને Udhayam NH4માં નજરે પડી ચુકી છે. અશ્રિતા શેટ્ટી R. Panneerselvamના ડિરેક્શનમાં બનનારી એક ફિલ્મમાં જોવા મળી શકે છે.

ક્લોઝ ફ્રેન્ડ અને સબંધીઓ હાજર રહેશે

મનિષ પાંડેના લગ્નમાં તેના નજીકના મિત્રો અને સબંધીઓ હાજર રહેશે. મનિષ અને અશ્રિતાના લગ્નના રીવાજ મુંબઇમાં બે દિવસ સુધી ચાલશે. મનિષ પાંડે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પોતાના લગ્નનો શેડ્યૂલ રાખ્યુ છે, કારણ કે આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડી પણ મુંબઇમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. જે લગ્ન પણ એટેન્ડ કરી શકે છે.

To Top
Translate »