Local Cricket

મંગલદીપ વિદ્યાલયે નીર્માણ હાઇસ્કુલને 5 વિકેટે હરાવ્યું

અમદાવાદ: અમદાવાદની સીએન સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાયેલ નીર્માણ હાઇસ્કૂલ અને મંગલદીપ વિદ્યાલય વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. જેમાં મંગલદીપ વિદ્યાલયે નીર્માણ હાઇસ્કુલને 5 વિકેટે હરાવ્યું હતું.

મંગલદીપ વિદ્યાલયનો વિજય

5-6 ફેબ્રુઆરીએ રમાયેલ આ મેચમાં મંગલદીપ વિદ્યાલયે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.નીર્માણ હાઇસ્કુલે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં માત્ર 49 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મંગલદીપ વિદ્યાલય તરફથી ચાર્મીલ રાઠોડ, યુગ્મા આચાર્ય અને વ્રજ પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. નીર્માણ હાઇસ્કુલ તરફથી દિપાંશ ચૌહાણે સૌથી વધુ 12 રન બનાવ્યા હતા. જવાબમાં મંગલદીપ વિદ્યાલય પ્રથમ ઇનિંગમાં 88 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. દિપાંશ ચૌહાણે જોરદાર બોલિંગ કરતા 9 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં નીર્માણ હાઇસ્કૂલે 47 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા હતા. જેમાં ધાર્યા પટેલે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે વ્રજ પટેલે 40 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં મંગલદીપ વિદ્યાલયે 5 વિકેટ ગુમાવી 156 રન બનાવી પડકારને મેળવી લીધો હતો. દીપાંશ ચૌહાણે બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી.

Full Scorboard:

Reliance foundation Inter school _playing team_ Multiday- 1 (1)

 

To Top